પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના મિનિસ્ટર રાઘવ ચઢ્ઢાનાં લગ્નમાં જેઓ હાજરી આપી રહ્યા છે તેમને માટે બોટ-રાઇડની વ્યવસ્થા કરવામાં આવી હતી
ફાઇલ તસવીર
પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના મિનિસ્ટર રાઘવ ચઢ્ઢાનાં લગ્નમાં જેઓ હાજરી આપી રહ્યા છે તેમને માટે બોટ-રાઇડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉદયપુરની ધ લીલા પૅલેસમાં તેઓ લગ્ન કરી રહ્યાં છે. આ લગ્નમાં હાજરી આપવા આવેલા લોકો માટે ખાસ બોટ-રાઇડની વ્યવસ્થા કરવામાં આવી હતી. શનિવારે સવારે લેક પિચોલામાં તેઓ બોટ-રાઇડની મજા માણતા જોવા મળ્યા હતા. ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે મહારાજા સ્વીટમાં પરિણીતીની ‘ચૂડા’ સેરેમની યોજાઈ હતી. ત્યાર બાદ બપોરે ૧ વાગ્યે લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૭ વાગ્યાથી સંગીતસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટની થીમ ‘લેટ્સ પાર્ટી લાઇક ઇટ નાઇટીઝ’ રાખવામાં આવી હતી. આજે સાંજે ચાર વાગ્યે તેનાં લગ્નનું મુહૂર્ત છે. સાંજે સાડાછ વાગ્યે બિદાઈનું મુહૂર્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમ જ તેમણે આજે રાતે સાડાઆઠ વાગ્યે રિસેપ્શન ગાલાનું પણ આયોજન ધ લીલા પૅલેસમાં કર્યું છે.
મેરે યાર કી શાદી હૈ
ADVERTISEMENT
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડાનાં લગ્નમાં હાજરી આપવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગઈ કાલે ઉદયપુર ગયા હતા.
પરિણીતીનાં લગ્નમાં પ્રિયંકા હાજરી નહીં આપે?
પરિણીતી ચોપડાનાં લગ્નમાં પ્રિયંકા ચોપડા જોનસ હાજરી નહીં આપે એવી ચર્ચા છે. પ્રિયંકા હાલમાં તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે ફાર્મમાં સમય પસાર કરતી જોવા મળી હતી. પ્રિયંકાનાં લગ્નમાં પરિણીતીએ ખૂબ ધમાલ મચાવી હતી, પણ તેનાં લગ્નમાં પ્રિયંકા અને તેનો પતિ નિક જોનસ હાજરી નહીં આપે એવું લાગી રહ્યું છે. તે હાજરી નહીં આપે એવું પ્રિયંકાની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પરથી લાગી રહ્યું છે. ગઈ કાલે પરિણીતીનાં લગ્નની કેટલીક વિધિ કરવામાં આવી હતી. એ માટે પ્રિયંકાએ સ્ટોરીમાં લખ્યું હતું કે ‘મારી નાની બહેન, તું તારી લાઇફના ખૂબ મહત્ત્વના દિવસે ખૂબ ખુશ હોય અને સંપૂર્ણ ફીલ કરતી હોય એવી આશા રાખું છું. તને અને રાઘવ ચઢ્ઢાને નવી શરૂઆત માટે ઘણી શુભેચ્છા અને પ્રેમ.’
ફાર્મ ફન
પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં એક ફાર્મમાં તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે સમય પસાર કરતી જોવા મળી હતી. પ્રિયંકાએ આ મુલાકાત દરમ્યાનનો એક વિડિયો શૅર કર્યો છે. પ્રિયંકા સાથે તેનો દિયર ફ્રૅન્કલિન જોનસ પણ જોવા મળ્યો હતો. ફ્રૅન્કલિન એ જોનસ બ્રધર્સમાં ચોથો અને સૌથી નાનો છે. આ વિડિયોમાં પ્રિયંકાની બૅક પર બકરી જોવા મળી રહી છે. બકરી તેની પીઠ પર ચડીને ઝાડ પરથી પાંદડાં ખાતી જોવા મળી રહી છે.

