Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાઘવ-પરિણીતિ ચોપડાના લગ્ન: સિક્યોરિટી કડક, જમવામાં હશે આ ખાસ પકવાન

રાઘવ-પરિણીતિ ચોપડાના લગ્ન: સિક્યોરિટી કડક, જમવામાં હશે આ ખાસ પકવાન

19 September, 2023 06:56 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કપલના લગ્નની વિધિઓ 23 સપ્ટેમ્બર અને 24 સપ્ટેમ્બરના રોજ થશે. રાઘવ અને પરિણીતિ આ સેલિબ્રેશમાં કોઈપણ ઉણપ રાખવા માગતા નથી. આથી તેમણે ફંક્શન્સ માટે વિશ્વની ટૉપ 3 હોટેલ્સમાંની મોખરે હોટેલ ધ લીલા પેલેસની પસંદગી કરી છે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ઝરણાંઓનું શહેર ઉદયપુર ફરી એકવાર શાહી લગ્નનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાના લગ્નની શરણાઈ જે વાગવાની છે. કપલના લગ્નની વિધિઓ 23 સપ્ટેમ્બર અને 24 સપ્ટેમ્બરના રોજ થશે. રાઘવ અને પરિણીતિ આ સેલિબ્રેશમાં કોઈપણ ઉણપ રાખવા માગતા નથી. આથી તેમણે ફંક્શન્સ માટે વિશ્વની ટૉપ 3 હોટેલ્સમાંની મોખરે હોટેલ ધ લીલા પેલેસની પસંદગી કરી છે. લગ્નનો દિવસ નજીક છે, એવામાં તૈયારીઓ પર ખાસ જોર આપવામાં આવ્યું છે. તો સિક્યોરિટી પણ કડક કરી દેવામાં આવી છે. જાણો વધારે માહિતી વિગતે...

રૉયલ કપલના રૉયલ લગ્ન
રાઘવ-પરિણીતિના લગ્ન ખૂબ જ રૉયલ થવાના છે. હોટેલમાં પણ આની તૈયારીઓને ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે. હોટેલના સૂત્રો પ્રમાણે, પરિણીતિની જે સ્વીટમાં ચૂડાની રસમ થવાની છે, તે ડાએનિંગ આખું કાંચનું બનેલું છે. તે સ્વીટનું એક રાતનું ભાડું 9થી 10 લાખ રૂપિયા છે. કહેવામાં આવી રહ્યું છે કે લીલામાં ગેસ્ટ માટે 8 સ્વીટ અને 80 રૂમ્સ બૂક કરાવવામાં આવ્યા છે.23 સપ્ટેમ્બરના સવારે 10 વાગ્યે ચૂડા વિધી થશે. સાંજે સંગીતનું આયોજન થશે. આ દરમિયાન 90sના ગીતની થીમ રાખવામાં આવી છે. બીજા દિવસે 24 સપ્ટેમ્બરના રોજ રાઘવની સેહરાબંધી, બપોરે 1 વાગ્યે થશે. ત્યાર બાદ જાન 2 વાગ્યે આવશે. રાઘવ જાનૈયાઓ સાથે હોડીમાં બેસીને હોટલ લીલા પેલેસ પહોંચશે. બપોરે જયમાળા બાદ 4 વાગ્યે ફેરા વિદિ થશે. આ જ દિવસે સાંજે 6 વાગ્યા બાદ વિદાઈ અને રાતે 8.30 વાગ્યે રિસેપ્શન તેમ જ ગાલા ડિનર પણ થશે.


કડક સુરક્ષાના ઇંતેજામ
આ વીઆઈપી લગ્નને લઈને હોટલ મેનેજમેન્ટ પણ અલર્ટ પર છે. લગ્ન માટે ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીની એક કંપની ઈવેન્ટ સાથે જોડાયેલું કામ જોઈ રહી છે. હોટેલના કર્મચારી સાથે પણ કોઈ વસ્તુ લીક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 2 દિવસ દરમિયાન કર્મચારીઓને કોઈપણ સ્થિતિમાં હોટલમાં સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ચે. 50થી વધારે લગ્ઝરી ગાડીઓ સહિત 120થી વધારે લગ્ઝરી ટેક્સીઓની બુકિંગ પણ કરવામાં આવી છે. લગ્ન સાથે જોડાયેલા મહેમાન 23 સપ્ટેમ્બરે જ ઉદયપુર પહોંચશે. તો પરિવાર સાથે જોડાયેલા લોકો 22 સપ્ટેમ્બરના જ ઉદયપુર પહોંચશે. હોટલના રિસેપ્શન મેન્યૂમાં પણ મોટાભાગે પંજાબી આઈટમ રાખવામાં આવી છે. આ સિવાય ઈટાલિયન અને ફ્રેન્ચ ડિશ પણ રાખવામાં આવી છે. 

શાહી ઢબે કરવામાં આવશે મહેમાનોનું સ્વાગત
હકીકતે, રાજાઓ અને રજવાડાઓના રાજ્યોમાં મહેમાનોનું સ્વાગત કરવાની વિશેષ પરંપરા છે. રાઘવ-પરિણીતીને તેના લગ્નમાં આવકારવા માટે ભારત સહિત અન્ય 2-3 દેશોમાંથી ખાસ ફૂલો મંગાવવામાં આવ્યા છે. લગ્નમાં આવનાર મહેમાનોનું રાજાઓ અને સમ્રાટોની જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ફૂલોની વર્ષા કરવામાં આવશે.


આ પહેલા તેમના લગ્નનું રિસેપ્શન અને પછી લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. રાઘવ પરિણીતિને લેવા લગ્નની જાન સાથે બોટમાં આવશે. 24મી સપ્ટેમ્બરે સેહરો બંધાયા બાદ રાઘવ અને લગ્નના બધા જ મહેમાનો બોટમાં બેસીને હોટેલ લીલા પેલેસ પહોંચશે. આ બોટને મેવાડી સંસ્કૃતિ પ્રમાણે શણગારવામાં આવશે. પરિણીતિ અને રાઘવના પરિવારજનો બે અલગ-અલગ હોટલમાં રોકાશે. રાઘવનો પરિવાર તાજ લેક પેલેસમાં રહેશે જ્યારે પરિણીતિનો પરિવાર હોટેલ લીલામાં રહેશે.

અનેક રૉયલ વેડિંગનું સાક્ષી બનશે ઉદયપુર
જણાવવાનું કે, પ્રાકૃતિક સુંદરતા અને ઝરણાંઓના શહેર તરીકે વિશ્વમાં જાણીતા ઉદયપુરમાં આ પહેલા પણ અનેક રૉયલ વેડિંગ થઈ છે. થોડાક મહિના પહેલા ક્રિકેટર હાર્દિક પંડ્યા તેમજ નતાષાના લગ્ન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. આ સિવાય ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અંબાણી પરિવાર મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની પ્રી-વેડિંગ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા પ્રફુલ્લ પટેલ પોતાની દીકરી પૂર્ણા પટેલ, અભિનેત્રી રવીના ટંડન, અભિનેત્રી કંગના રાણાવત પોતાના ભાઈ અક્ષત, સાઉથ મેગાસ્ટાર ચિરંજીવીની ભત્રીજી અને કે. નાગા બાબૂની દીકરી નિહારિકા કોનિડેલા, અભિનેતા નીલ નીતિન મુકેશ સહિત અનેક રૉયલ વેડિંગ અહીં થઈ ચૂકી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2023 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK