પરિણીતીએ તેના હસબન્ડ રાઘવ માટે એક ખાસ ગીત ‘ઓ પિયા’ રેકૉર્ડ કર્યું હતું
ફાઇલ તસવીર
પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ૨૪ સપ્ટેમ્બરે લગ્ન કર્યાં હતાં. પરિણીતીએ તેના હસબન્ડ રાઘવ માટે એક ખાસ ગીત ‘ઓ પિયા’ રેકૉર્ડ કર્યું હતું. તેમનાં લગ્નની એક નાનકડી ઝલક પરિણીતીએ શૅર કરી હતી. એમાં દેખાય છે કે રાઘવ જાન લઈને પહોંચે છે. બન્ને એકબીજાને ફ્લાઇંગ કિસ આપે છે. બન્ને એકબીજાને જયમાલા પહેરાવે છે. એ વિડિયોના બૅકગ્રાઉન્ડમાં પરિણીતીએ ગાયેલું ‘ઓ પિયા’ ગીત પ્લે થયું છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાઘવ ચઢ્ઢાએ કૅપ્શન આપી હતી, ‘મેં કદી નહોતું વિચાર્યું કે મને આવી ગિફ્ટ મળશે. મને લાગે છે કે મારી સિંગર વાઇફને મને સરપ્રાઇઝ આપવાનું ગમે છે, એથી હું અતિશય ખુશ છું. તારો અવાજ હવે મારી લાઇફનો સાઉન્ડ ટ્રૅક બની ગયો છે. થૅન્ક યુ મિસિસ ચઢ્ઢા. તું મારી લાઇફમાં આવી એથી આખા વિશ્વમાં હું પોતાને સૌથી નસીબદાર માનું છું.’


