અજય દેવગન, કૅટરિના કૈફ, મનોજ બાજપાઈ અને નાના પાટેકર ફરી જોવા મળી શકે છે પ્રકાશ ઝાની ફિલ્મમાં : રણબીર કપૂરના પાત્રનું પહેલા પાર્ટમાં થયું હતું મૃત્યુ
ફિલ્મનો સીન
પ્રકાશ ઝા હવે ‘રાજનીતિ 2’ લઈને આવી રહ્યા છે. ‘રાજનીતિ’ ૨૦૧૦ની ૪ જૂને રિલીઝ થઈ હતી. સંજોગની વાત છે કે લોકસભાના ઇલેક્શનનું રિઝલ્ટ પણ ગઈ કાલે હતું. ૧૪ વર્ષ બાદ હવે આ ફિલ્મની સીક્વલની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. પહેલી ફિલ્મમાં અજય દેવગન, કૅટરિના કૈફ, મનોજ બાજપાઈ, અર્જુન રામપાલ અને નાના પાટેકર જોવા મળ્યા હતા અને સીક્વલમાં પણ તેઓ જોવા મળે એવી શક્યતા છે. રણબીર કપૂરનું પાત્ર પહેલા પાર્ટમાં મૃત્યુ પામ્યું હતું એથી તેના ચાન્સ ઓછા છે. આ ફિલ્મમાં કૅટરિનાએ સોનિયા ગાંધી પરથી આધારિત પાત્ર ભજવ્યું હતું. સીક્વલ વિશે વાત કરતાં પ્રકાશ ઝા કહે છે, ‘સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. ‘રાજનીતિ’ની સીક્વલનો સમય હવે આવી ગયો છે. આપણે પહેલા પાર્ટમાં જે જોયું હતું એના કરતાં ઘણું બધું બીજા પાર્ટમાં જોવા મળશે.’