Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરી સાથે શૉપિંગ પર નીકળી પ્રિયંકા

દીકરી સાથે શૉપિંગ પર નીકળી પ્રિયંકા

08 May, 2023 04:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૮માં પ્રિયંકા અને અમેરિકન સિંગર નિક જોનસે લગ્ન કરી લીધાં હતાં

પ્રિયંકા ચોપડા જોનસ તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે શૉપિંગ પર નીકળી હતી

પ્રિયંકા ચોપડા જોનસ તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે શૉપિંગ પર નીકળી હતી


પ્રિયંકા ચોપડા જોનસ તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે શૉપિંગ પર નીકળી હતી. તેની સાથેનો ફોટો પ્રિયંકાએ શૅર કર્યો હતો. એ ફોટોમાં તેણે દીકરીને ઊંચકી રાખી છે. તાજેતરમાં થયેલી મેટ ગાલા ઇવેન્ટમાં પ્રિયંકા હાજર રહી હતી. ૨૦૧૮માં પ્રિયંકા અને અમેરિકન સિંગર નિક જોનસે લગ્ન કરી લીધાં હતાં. ૨૦૨૧માં તેઓ સરોગસીથી માલતી મૅરીના પેરન્ટ્સ બન્યા છે. બન્ને પોતાની આ લાડલીને દરેક ઠેકાણે સાથે લઈ જાય છે. થોડા સમય પહેલાં પ્રિયંકા અને નિક તેમની દીકરીને લઈને મુંબઈ આવ્યાં હતાં. પ્રિયંકાએ મીડિયા સાથે તેની દીકરીની મુલાકાત પણ કરાવી હતી. શૉપિંગ કરતી વખતનો ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એ ફોટોમાં દેખાય છે કે તેઓ ટૉય્ઝ ખરીદી રહ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2023 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK