એવો એક જ પુરુષ છે જેને પ્રિયંકાએ લાઇફમાંથી એકદમ આઉટ કરી નાખ્યો હોય, કારણ કે તે એને જ લાયક હતો
પ્રિયંકા ચોપડા અને તેની મમ્મી મધુ ચોપડા
પ્રિયંકા ચોપડા અને તેની મમ્મી મધુ ચોપડા વચ્ચે બહુ સારી મિત્રતા છે. મધુ દીકરીની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે બધું જ જાણે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં મધુએ દીકરી પ્રિયંકાની ડેટિંગ લાઇફ વિશે ઘણા ખુલાસા કર્યા છે. મધુ ચોપડાએ જણાવ્યું છે કે ‘પ્રિયંકા કોઈ પ્રકારની નેગેટિવિટીને પોતાના જીવનમાં આવવા નથી દેતી અને આ મામલામાં તે ઘણા બધા અંશે તેના પપ્પા જેવી છે. પ્રિયંકાએ પોતાના જીવનમાં માત્ર એક પુરુષ સાથેના તમામ સંબંધ તોડ્યા છે અને એ વ્યક્તિ એવા વર્તનને લાયક જ હતી.’
મધુ ચોપડાએ દીકરી પ્રિયંકાની ડેટિંગ લાઇફ વિશે વાત કરતાં ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘પ્રિયંકા જે છોકરાઓ સાથે ડેટ પર જતી તે મને બિલકુલ ગમતા નહોતા. પ્રિયંકા તેની પર્સનલ લાઇફની ચર્ચા તેના પપ્પા સાથે વધારે કરતી હતી. પ્રિયંકા દરેક પરિસ્થિતિને હૅન્ડલ કરી શકે છે, પણ એની બીજી સાઇડ પણ છે. જો પ્રિયંકા કોઈને પસંદ નથી કરતી તો પછી કટ... કટ... કટ... એટલે કે સંબંધ પૂરો. જોકે આવું ત્યારે જ થાય જ્યારે સંબંધ સુધરવાની કોઈ સંભાવના ન હોય. આવું એક જ વખત થયું છે જ્યારે બહુ પ્રયાસ કર્યા પછી પણ સંબંધને સુધારી નહોતો શકાયો. આખરે તેણે એકઝાટકે સંબંધ તોડી નાખ્યો હતો. આવું જેની સાથે થયું છે એ વ્યક્તિ આવા વર્તનને જ લાયક હતી. બાકી, બીજા કોઈ સાથે તેને આવું વર્તન કરતી નથી જોઈ.’`

