Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીમાં સફેદ વટાણાને કેમિકલથી લીલો રંગ આપતો ફેરિયો ઝડપાયો

કાંદિવલીમાં સફેદ વટાણાને કેમિકલથી લીલો રંગ આપતો ફેરિયો ઝડપાયો

Published : 26 August, 2026 09:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાંદિવલી-વેસ્ટમાં આવેલી પોઇસર માર્કેટમાં સફેદ વટાણાને કેમિકલયુક્ત લીલા રંગના પાણીમાં બોળીને વેચતા એક ફેરિયાને સ્થાનિક નાગરિકે સોમવારે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પોઇસર માર્કેટમાં વટાણામાં મિક્સિંગ કરતો ફેરિયો અને ડ્રમમાં ભરેલું કેમિકલવાળું પાણી.

પોઇસર માર્કેટમાં વટાણામાં મિક્સિંગ કરતો ફેરિયો અને ડ્રમમાં ભરેલું કેમિકલવાળું પાણી.


કાંદિવલી-વેસ્ટમાં આવેલી પોઇસર માર્કેટમાં સફેદ વટાણાને કેમિકલયુક્ત લીલા રંગના પાણીમાં બોળીને વેચતા એક ફેરિયાને સ્થાનિક નાગરિકે સોમવારે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોઇસર વિસ્તારમાં રહેતા શૅરબજારના વેપારી એગ્લેન રાજુને તેમના એક મિત્ર દ્વારા માહિતી મળી હતી કે પોઇસર ચર્ચ નજીકના શૌચાલય પાસે ફેરિયો બેફામપણે આ કામ કરી રહ્યો હતો. એગ્લેન સ્થળ પર પહોંચતાં જ ફેરિયાએ રંગનો પાઉડર સંતાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લીલા રંગનું ડ્રમ અને પ્રોસેસ કરેલા વટાણા સ્થળ પર જ મળી આવ્યાં હતાં.

સ્થાનિક નાગરિકે તરત જ પોલીસ કન્ટ્રોલ પર ફોન કરીને આ બાબતની જાણ કરી હતી. કાંદિવલી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આશરે પચીસ કિલોના વટાણાનાં પૅકેટો તેમ જ રંગીન કેમિકલ સૅમ્પલ તરીકે કબજે લીધાં હતાં. પોલીસે આ વિશે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) અને ફૉરેન્સિક ટીમને જાણ કરીને સૅમ્પલ્સ લૅબોરેટરી તપાસ અર્થે મોકલી આપ્યાં છે. ખાણીપીણીની વસ્તુઓમાં આવી રીતે ભેળસેળ કરનારા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ફેરિયા સામે કાંદિવલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK