એ કઈ ચીજ છે, જેને જીવથી પણ વધુ સંભાળીને રાખે છે પ્રિયંકા ચોપરા!
એ કઈ ચીજ છે, જેને જીવથી પણ વધુ સંભાળીને રાખે છે પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા તેના પિતા ડૉ. અશોક ચોપરાથી ખૂબ જ નજીક છે. તેના હાથ પર બનેલું ડેડીઝ લિટલ ગર્લનું ટેટ્ટૂ એ વાતની સાબિતી છે કે તે પોતાના પિતાને કેટલું ચાહતી હતી. હવે એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાએ એ ભેટનો ખુલાસો કર્યો છે જે તેના પિતાએ તેને આપી હતી. પ્રિયંકા માટે આ ભેટ ખૂબ જ ખાસ છે અને તે તેને સંભાળીને રાખે છે.
ADVERTISEMENT
વેનિટી ફેરને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે તેમની પાસે સૌથી કિંમતી ચીજ શું છે, જેને તે સંભાળીને રાખે છે. ત્યારે પ્રિયંકાએ કહ્યું કે તેનું મંગળસૂત્ર અને ડાયમંડ રિંગ, જે તેના પિતાએ તેને ભેટમાં આપી હતી. થોડા દિવસો પહેલા જ પ્રિયંકા ચોપરાના પિતાનો જન્મદિવસ હતો ત્યારે તેણે ખૂબ જ ભાવુક પોસ્ટ કરીને તેમને યાદ કર્યા હતા.


