પ્રિયંકા પોતાના ભાઈ સિદ્ધાર્થનાં લગ્ન માટે મુંબઈ આવી હતી.
પ્રિયંકા ચોપડા જોનસ
‘બાહુબલી’ અને ‘RRR’ના સર્જક એસ. એસ. રાજામૌલીની આગામી ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લઈને પ્રિયંકા ચોપડા ગઈ કાલે હૈદરાબાદથી મુંબઈ આવી હતી. પ્રિયંકા પોતાના ભાઈ સિદ્ધાર્થનાં લગ્ન માટે મુંબઈ આવી હતી. એસ. એસ. રાજામૌલીની જે ફિલ્મ માટે પ્રિયંકા શૂટિંગ કરી રહી છે એનો હીરો તેલુગુ ફિલ્મોનો સુપરસ્ટાર મહેશ બાબુ છે. આ ફિલ્મ માટે ૩૦ કરોડ રૂપિયા લઈને પ્રિયંકા દેશની સૌથી મોંઘી હિરોઇન બની ગઈ છે. પ્રિયંકાની આ ફિલ્મનું નામ હજી નક્કી નથી.

