નવજોત સિંહ સિધુએ શૅર કરી પ્રિયંકા ચોપડા સાથેની તસવીરો, કપિલ શર્માએ કહ્યું... તુસી છા ગએ પાજી
તુસી છા ગએ પાજી
પ્રિયંકા ચોપડા હાલમાં માત્ર ૧૨ કલાક માટે મુંબઈ આવીને ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના એપિસોડનું શૂટિંગ કરીને ગઈ. કપિલ શર્માના આ શોની નવી સીઝનમાં આ એપિસોડ પ્રસારિત થશે. આ એપિસોડના શૂટિંગ વખતે કેવી ધમાલમસ્તી થઈ એની ઝલક નવજોત સિંહ સિધુએ દેખાડી છે. સિધુએ સોશ્યલ મીડિયા પર પ્રિયંકા સાથેની પોતાની કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં તેઓ ફુલ મજા કરતાં જોવા મળે છે. આ શોમાં અર્ચના પૂરણ સિંહ સાથે જજની ખુરસી પર બેસતા સિધુએ પોસ્ટ કરેલી આ તસવીરો જોઈને કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર સિધુનો જ તકિયાકલામ વાપરીને કમેન્ટ કરતાં લખ્યું છે, તુસી છા ગએ પાજી.


