હૉસ્ટેલની રૂમોમાં વૉલ ફૅન બેસાડવાની તૈયારી શરૂ કરવામાં આવી
વૉલ ફૅનનો આવેલો જથ્થો.
BTechના બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યા બાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેની હૉસ્ટેલમાંથી સીલિંગ ફૅન હટાવવાનો નિર્ણય કરીને હૉસ્ટેલનું રિનોવેશન કરીને વૉલ ફૅન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા એની તૈયારી પણ શરૂ કરી દીધી છે.
જોકે મળેલી માહિતી મુજબ છેલ્લા બે મહિનાથી સીલિંગ ફૅન હટાવીને વૉલ ફૅન લગાવવાની ચર્ચા ચાલી રહી હતી અને એ વિશે આખરે નિર્ણય લેવાયા બાદ એને મંજૂરી આપવામાં આવતાં હવે રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે. IITના પ્રોફેસરોએ જણાવ્યા મુજબ ફક્ત સીલિંગ ફૅન્સ હટાવવાની જ નહીં, હૉસ્ટેલના રિનોવેશનની યોજના પણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી, હાલમાં જ થયેલા આત્મહત્યાના બનાવોને કારણે વૉલ ફૅન્સ લગાવવામાં નથી આવી રહ્યા.
