થોડા સમય પહેલાં જ મુસ્તફાની પહેલી વાઇફ આયેશાએ આરોપ કર્યો હતો કે તેમણે હજી સુધી ડિવૉર્સ માટે કેસ નથી ફાઇલ કર્યો
પ્રિયમણિ
પ્રિયમણિનું કહેવું છે કે મુસ્તફા રાજ સાથે મારા રિલેશન સિક્યૉર છે. થોડા સમય પહેલાં જ મુસ્તફાની પહેલી વાઇફ આયેશાએ આરોપ કર્યો હતો કે તેમણે હજી સુધી ડિવૉર્સ માટે કેસ નથી ફાઇલ કર્યો. એને કારણે પ્રિયમણિ અને મુસ્તફાના રિલેશનને લઈને વિવિધ અફવાને વેગ મળ્યો હતો. એ બધા વિશે પ્રિયમણિએ કહ્યું કે ‘જો તમે મને મારા અને મુસ્તફાના રિલેશનને લઈને સવાલ કરશો તો હું એટલું જરૂર કહીશ કે અમે સિક્યૉર રિલેશનશિપમાં છીએ. હાલમાં તે અમેરિકામાં કામ કરે છે. અમે એક વાતની ખાતરી કરી છે કે દિવસમાં એક વખત તો વાત કરવાની. અમે બિઝી હોઈએ તો એકબીજાને હેલો, હાય કહીએ છીએ. બાદમાં તેને જ્યારે સમય મળે ત્યારે તે મને કૉલ કે ટેક્સ્ટ કરે છે.’

