Pritam Chakraborty Office Cash Theft: 4 ફેબ્રુઆરીના રોજ ગોરેગાંવ વેસ્ટમાં પ્રીતમના સ્ટુડિયોમાં આશિષ નામના ઓફિસ બોયે 40 લાખ રૂપિયાની બેગ ચોરી કરી
મ્યુઝિક કમ્પોઝર પ્રીતમ ચક્રવર્તી
Pritam Chakraborty Office Cash Theft: ખૂબ જ જાણીતા મ્યુઝિક કંપોઝર પ્રીતમ ચક્રવર્તીનાં ઓફિસમાંથી ચોરી થઈ હોવાની ઘટનાએ સૌને ચોંકાવી મૂક્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમની જ ઓફિસનો છોકરો ૪૦ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે.
પ્રીતમ ચક્રવર્તીનું નામ આવે એટલે તરત ધૂમ 2, જબ વી મેટ, લાઈફ ઈન અ મેટ્રો, બોડીગાર્ડ, બરફી, યે જવાની હૈ દીવાની, દંગલ અને એવી તો અનેક ફિલ્મો આપની આંખ સામે આવે. આ ફિલ્મો માટે હિટ ગીતો આપવા માટે જાણીતા મ્યુઝિશિયન પ્રિતમ ચક્રવર્તીની મુંબઈના ગોરેગાંવમાં એક ઓફિસ આવેલી છે. આ જ ઓફિસમાંથી 40 લાખ રૂપિયાની રોકડ લૂંટાઈ હતી. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે અને પૈસાની ચોરી (Pritam Chakraborty Office Cash Theft) કરનાર વ્યક્તિની તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
આ ઘટના 4 ફેબ્રુઆરીના રોજ ગોરેગાંવ વેસ્ટમાં પ્રીતમના સ્ટુડિયોમાં બની હતી. આશિષ સયાલે નામના ઓફિસ બોયે 40 લાખ રૂપિયાની બેગ ચોરી કરી લીધી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચક્રવર્તીના મેનેજર વિનિત છેડા દ્વારા ડ્રોઅરમાં મૂકેલી બેગ આ ઓફિસ બોયે ઘરે મૂકી આવું છું એમ કરીને લીધી હતી.
Pritam Chakraborty Office Cash Theft: ઓફિસમાં જ્યારે મેનેજરે આ અંગે અન્ય કર્મચારીઓને પૂછ્યું ત્યારે સૌએ કહ્યું કે આ બેગ તો આશિષ સયાલે લઈ ગયો છે. અહીં જે પૈસાથી ભરેલી બેગ હતી તે જ લઈ ગયો છે. જ્યારે મેનેજરે કર્મચારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો.
જ્યારે છેડાએ ચક્રવર્તીને પરિસ્થિતિ વિશે જાણ કરી ત્યારે પ્રીતમજી માનવા જ તૈયાર થતાં નહોતા. આ બોયે તેમની માટે 7 વર્ષ કામ કર્યું હતું, તે જોતાં પ્રીતમજીએ બેગ પરત કરીન નાંખશે એવી આશામાં રાહ જોવાનું પસંદ કર્યું. પણ, જ્યારે તે પાછો ન આવ્યો, ત્યારે સંગીતકારે પોલીસનો સંપર્ક કરવાનું કરીને એફઆઈઆર નોંધાવી છે.
Pritam Chakraborty Office Cash Theft: પ્રાપ્ત માહિતી અનુસાર મલાડ પોલીસે 5 ફેબ્રુઆરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 (માસ્ટરના કબજામાં મિલકતના નોકર દ્વારા ચોરી) હેઠળ સાયલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પ્રિતમજીના મેનેજરે મુંબઈના મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાંજ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે 2024માં જ પ્રીતમને ફિલ્મ `બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ` માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં હસ્તે તેઓને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો. આ બહુમૂલ્યસન્માન પ્રાપ્ત કર્યા બાદ પ્રીતમે જણાવ્યું હતું કે હું ખૂબ જ ઉત્સાહિત છું, રાષ્ટ્રીય પુરસ્કારો માટે અહીં આવીને ખરેખર સારું લાગે છે. જ્યારે અમને પ્રેમ મળે છે ત્યારે તે ખૂબ જ સરસ લાગે છે. જ્યારે લોકો અમારું કામ પસંદ કરે છે ત્યારે તે અમને આનંદ આપે છે”

