Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરહાન અખ્તર સાથે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું પ્રતિક ગાંધીએ

ફરહાન અખ્તર સાથે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું પ્રતિક ગાંધીએ

16 February, 2023 03:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મ વિશે પ્રતિક ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે “ઇટ્સ અ રૅપ! અમારી `મડગાંવ એક્સપ્રેસ’ અઢળક પ્રેમ અને હસતાં ચહેરા સાથે ઊપડી ગઈ છે. ટ્રેનની સવારી માટે તૈયાર થઈ જોઓ. આ એક સફર છે, જેને તમે ચૂકવા માગશો નહીં.”

તસવીર સૌજન્ય: પ્રતિક ગાંધીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તસવીર સૌજન્ય: પ્રતિક ગાંધીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ


કુણાલ ખેમુ (Kunal Khemu)એ પોતાની જાતને એક સફળ અભિનેતા તરીકે સાબિત કર્યા બાદ હવે તે ડિરેકટર તરીકે પોતાને સાબિત કરવાની તૈયારી કરી રહ્યો છે. આગામી ફિલ્મ `મડગાંવ એક્સપ્રેસ`થી કુણાલ દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની `એક્સેલ એન્ટરટેઈનમેન્ટ` પ્રોડ્યુસ કરી છે. તો આ ફિલ્મમાં પ્રતિક ગાંધી (Pratik Gandhi) પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ વિશે પ્રતિક ગાંધી (Pratik Gandhi)એ સોશિયલ મીડિયા પર લખ્યું કે “ઇટ્સ અ રૅપ! અમારી `મડગાંવ એક્સપ્રેસ’ અઢળક પ્રેમ અને હસતાં ચહેરા સાથે ઊપડી ગઈ છે. ટ્રેનની સવારી માટે તૈયાર થઈ જોઓ. આ એક સફર છે, જેને તમે ચૂકવા માગશો નહીં.”



બીજી તરફ ફિલ્મની ઘોષણા કરતાં, કુણાલે લખ્યું, “#madgaonexpress તે આટલી અવિશ્વસનીય સફર રહી છે અને હું રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, ઋચા પાઠક, કાસ્સીમ જગમગિયા, વિશાલ રામચંદાની, એક્સેલ મૂવીઝ વિના કરી શક્યો ન હોત. તેમણે મારી સ્ક્રિપ્ટમાં વિશ્વાસ રાખ્યો હતો અને મને તેનું નિર્દેશન કરવા પ્રોત્સાહિત કર્યું."


કુણાલે ઑગસ્ટ 2022માં તેના દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવાની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે, "ગણપતિ બાપ્પા મોરિયા! તમામ સારા કાર્યોની શરૂઆત તેમના નામથી થાય છે. તે તમારા બધા સાથે શેર કરવા માટે હું આનાથી વધુ સારા દિવસ વિશે વિચારી શકતો નથી.”

તેણે ઉમેર્યું હતું કે, "તે મારા મગજમાં એક વિચાર સાથે શરૂ થયું હતું, જે એક સ્વપ્નમાં વિકસ્યું હતું. શબ્દો મારી આંગળીઓ દ્વારા મારા લેપટોપ વહેતા રહ્યા અને હવે તે સિલ્વર સ્ક્રીન સુધી પહોંચી છે. તમારો ખૂબ ખૂબ આભાર રિતેશ સિધવાની, ફરહાન અખ્તર અને ઋચા પાઠક મારી સ્ક્રિપ્ટ અને મારા વિઝનમાં વિશ્વાસ કરવા અને સિનેમાની દુનિયાની આ રોમાંચક સફરમાં મારી સાથે ભાગીદારી કરવા બદલ.


આ પણ વાંચો: ..તો આ ક્યુટી પાઈ રણબીરની દીકરી છે? આલિયાએ પોસ્ટ કરી બેબીની તસવીર

મડગાંવ એક્સપ્રેસમાં પ્રતીક ગાંધી સાથે દિવ્યેન્દુ શર્મા, નોરા ફતેહી અને અવિનાશ તિવારી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK