Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ...તો આ ક્યુટી પાઈ રણબીરની દીકરી છે? આલિયાએ પોસ્ટ કરી બેબીની તસવીર

...તો આ ક્યુટી પાઈ રણબીરની દીકરી છે? આલિયાએ પોસ્ટ કરી બેબીની તસવીર

16 February, 2023 03:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આલિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી તસવીરોમાં તે ક્યૂટ બેબી પિંક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. જે આલિયા જેમ ખુબ જ ક્યુટ લાગી રહી છે.

તસવીર: સૌ આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ

તસવીર: સૌ આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ


જ્યારથી આલિયા ભટ્ટ (Alia Bhatt Daughter)દીકરી રાહા (Alia Bhatt Daughter Raha)ની માતા બની છે ત્યારથી તેના ચાહકો તેનો ચહેરો જોવા આતુર છે. જો કે આલિયા અને રણબીર કપૂરે પહેલાથી જ પેપ્સને અપીલ કરી છે કે તેઓ તેમના નાના બેબીની તસવીરો ન ખેંચે. જો કે, કપલે પણ પુત્રીનો ચહેરો હજુ સુધી જાહેર કર્યો નથી. જો કે, હવે અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટા પર એક બેબીની તસવીર શેર કરી છે, જેના પછી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે અને પૂછી રહ્યા છે કે, આ બેબી રાહા હૈ?

આલિયાએ ઇન્સ્ટા પર બેબીની તસવીર શેર કરી છે
આલિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી તસવીરોમાં તે ક્યૂટ બેબી પિંક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. જોકે, આ તસવીરો સાથે અભિનેત્રીએ એક બેબી બ્રાન્ડને પ્રમોટ કરી છે. તસવીરો શેર કરવાની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, "કુદરતથી પ્રેરિત કપડાં નાના પ્લેનેટિયર્સ માટે ભેટ છે! અમારા એડ-એ-મમ્મા બેબીવેર સૌથી નરમ કાપડમાંથી બનાવવામાં આવે છે, તે સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત અને તમારા નાના માટે સલામત છે. edamamma.com પર હવે ઓનસીઝ, ડ્રેસ, ટીઝ અને વધુની ખરીદી કરો. આ સ્વીટ લિટલ બીન્સ માટે આને ખુશખુશાલ શૂટમાં ફેરવવામાં અમારી મદદ કરવા બદલ તમામ માતા-પિતાનો ખાસ આભાર."



ચાહકો પૂછી રહ્યા છે કે આ શું છે રાહા છે?
જો કે, આલિયાના ઇન્સ્ટા પર બેબી ગર્લની તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે અને કોમેન્ટ સેક્શનમાં આલિયાને પૂછી રહ્યા છે કે શું તે તેમની દીકરી છે. એક ચાહકે કોમેન્ટ બોક્સમાં પૂછ્યું, "યે આપકી બેટી રાહા હૈ ક્યા." જ્યારે બીજાએ લખ્યું છે કે, "સબને સોચા યે રાહા હૈ... તમારે એક ડિસ્ક્લેમર આપવો જોઈતો હતો." બીજાએ પૂછ્યું, "શું આ તમારી દીકરી છે?"


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt ? (@aliaabhatt)


આ પણ વાંચો: રણબીર અને શ્રદ્ધામાંથી સૌથી ખરાબ કોણ?

આલિયા ભટ્ટ નવેમ્બરમાં એક પુત્રીની માતા બની હતી
આલિયા ભટ્ટ ગયા વર્ષે નવેમ્બરમાં પુત્રીની માતા બની હતી, જેનું નામ રણબીર કપૂરની માતા નીતુ કપૂરે રાહા રાખ્યું છે. જોકે, આ કપલે હજુ સુધી પોતાની દીકરીનો ચહેરો ચાહકોને બતાવ્યો નથી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ છેલ્લે ફિલ્મ `ગંગુબાઈ કાઠિયાવાડી`માં જોવા મળી હતી. હવે તે કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ `રોકી ઔર રાની કી પ્રેમ કહાની`માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ અભિનેત્રી સાથે સ્ક્રીન શેર કરશે.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK