આ સિરીઝને અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ અને અહા સ્ટુડિયો પ્રોડ્યુસ કરશે. લોકોને પી. વી. નરસિંહા રાવની અનેક જાણીઅજાણી વાતો જાણવા મળશે.
પ્રકાશ ઝા
ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહા રાવની લાઇફ પર વેબ-સિરીઝ બનવાની છે અને એને નૅશનલ અવૉર્ડ વિજેતા પ્રકાશ ઝા ડિરેક્ટ કરશે. એ સિરીઝનું નામ ‘હાફ લાયન’ છે. આ સિરીઝ રાઇટર વિનય સીતાપતિની બુક પરથી બનાવવામાં આવશે. આ સિરીઝ આ વર્ષે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ શોમાં નરસિંહા રાવનું પાત્ર અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, પરેશ રાવલ કે પછી નસીરુદ્દીન શાહ ભજવશે એ નક્કી નથી. તેમનાં નામોની ચર્ચા ચાલી રહી છે. આ સિરીઝને અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ અને અહા સ્ટુડિયો પ્રોડ્યુસ કરશે. લોકોને પી. વી. નરસિંહા રાવની અનેક જાણીઅજાણી વાતો જાણવા મળશે.

