બીજી તરફ, દેવીએ ગુલાબી રંગનો પ્રિન્ટેડ સ્લીવલેસ સૂટ પહેર્યો છે અને વાળની બે ચોટલી બનાવી છે. ખાસ વાત એ છે કે બિપાશાએ શૅર કરેલી મોટા ભાગની તસવીરોમાં દીકરીનો ચહેરો દેખાતો નથી.
બિપાશા બાસુએ દીકરી દેવી સાથેની તસવીરો શૅર કરી
ગઈ કાલે ધનતેરસ હતી અને આ શુભ દિવસે બિપાશા બાસુએ દીકરી દેવી બાસુ ગ્રોવર સાથેની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને ચાહકોને ધનતેરસની શુભેચ્છાઓ પાઠવી છે. આ તસવીરોમાં મમ્મી-દીકરીની મસ્તી અને પ્રેમભરી પળો જોવા મળી રહી છે.
આ તસવીરોમાં બિપાશાએ લીલા રંગનો સુંદર સૂટ પહેર્યો છે, જ્યારે દેવી ગુલાબી રંગના પોશાકમાં જોવા મળી રહી છે. બિપાશાએ પોતાના માથા પર તિલક લગાવ્યું છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. બીજી તરફ, દેવીએ ગુલાબી રંગનો પ્રિન્ટેડ સ્લીવલેસ સૂટ પહેર્યો છે અને વાળની બે ચોટલી બનાવી છે. ખાસ વાત એ છે કે બિપાશાએ શૅર કરેલી મોટા ભાગની તસવીરોમાં દીકરીનો ચહેરો દેખાતો નથી.
