સની દેઓલની ‘જાટ’ ૧૦ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મને સાઉથના ડિરેક્ટર ગોપીચંદ મલિનેનીએ ડિરેક્ટ કરી છે. હાલમાં ડિરેક્ટરે કેટલીક તસવીર શૅર કરી છે જેમાં પ્રભાસ અને સની દેઓલ એકસાથે પોઝ કરતા દેખાય છે.
પ્રભાસ અને સની દેઓલ
સની દેઓલની ‘જાટ’ ૧૦ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મને સાઉથના ડિરેક્ટર ગોપીચંદ મલિનેનીએ ડિરેક્ટ કરી છે. હાલમાં ડિરેક્ટરે કેટલીક તસવીર શૅર કરી છે જેમાં પ્રભાસ અને સની દેઓલ એકસાથે પોઝ કરતા દેખાય છે. આ તસવીર શૅર કરીને ગોપીચંદે માહિતી આપી કે પ્રભાસે ‘જાટ’ના સેટની મુલાકાત લઈને સની દેઓલ અને યુનિટની મુલાકાત લીધી હતી. આ તસવીર શૅર કરીને ગોપીચંદ મલિનેનીએ લખ્યું કે ‘જ્યારે ‘બાહુબલી’ અને ‘જાટ’ મળે છે ત્યારે જબરદસ્ત ફ્રેમ બને છે, ઍક્શન સિનેમાના બે આઇકન.’


