સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાનને તેની બીજી ફિલ્મ મળી ગઈ છે અને એને દિનેશ વિજન પ્રોડ્યુસ કરવાનો છે એવી ચર્ચા છે.
ઇબ્રાહિમ અલી ખાન
સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાનને તેની બીજી ફિલ્મ મળી ગઈ છે અને એને દિનેશ વિજન પ્રોડ્યુસ કરવાનો છે એવી ચર્ચા છે. આ ફિલ્મને કામચલાઉ ટાઇટલ ‘દિલેર’ આપવામાં આવ્યું છે. આ રોમૅન્ટિક-ડ્રામાને કુણાલ દેશમુખ ડિરેક્ટ કરશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ઇબ્રાહિમને ખૂબ પસંદ પડતાં તેણે તરત જ હા પાડી હતી. આ ફિલ્મ લોકોને પ્રેમ અને મ્યુઝિકની જર્ની પર લઈ જશે. ફિલ્મને લઈને ઇબ્રાહિમ ફાઇનલ સ્ટેજ પર ચર્ચા કરી રહ્યો છે અને ટૂંક સમયમાં તમામ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. ફિલ્મની સ્ટોરી વિશે જાણવા નથી મળ્યું અને તેની સાથે લીડ રોલમાં કોણ દેખાશે એ પણ જાણી શકાયું નથી. આ વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. ઇબ્રાહિમની પહેલી ફિલ્મ ‘સરઝમીં’ની વાત કરીએ તો એને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે અને એ ફિલ્મમાં તેની સાથે કાજોલ દેખાય એવા ચાન્સિસ વધુ છે. આ ફિલ્મને બમન ઈરાનીનો દીકરો કાયોઝ ઈરાની ડિરેક્ટ કરવાનો છે.


