Poonam Pandey Death : મોતનો ડ્રામા કરનાર પૂનમ પાન્ડે હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ છે
પૂનમ પાન્ડેની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- શુક્રવારે પૂનમ પાન્ડેના મોતના સમાચાર વાયરલ થયા હતા
- શનિવારે અચાનક મૉડલ ફરી જીવિત થઈ ગઈ હતી
- સર્વાઈકલ કેન્સરને કારણે પૂનમ પાન્ડેનું મૃત્યુ થયું હોવાનું પોસ્ટ મેનેજરે કર્યું હતું
મૉડલ અને અભિનેત્રી પૂનમ પાન્ડે (Poonam Pandey) સતત ચર્ચામાં રહે છે. પૂનમ પાન્ડે છેલ્લા કેટલાક દિવસોથી તેના મૃત્યુ (Poonam Pandey Death)ના નાટકને કારણે ચર્ચામાં છે. પહેલા સર્વાઈકલ કેન્સર (Cervical Cancer)ના નામે મૃત્યુના ખોટા સમાચાર પેલાવ્યા અને પછી બીજા દિવસે ફરી જીવિત થઈ જેને કારણે ફેન્સ સહિત સેલેબ્ઝ પણ ગુસ્સે ભરાયા છે. હવે પૂનમ પાન્ડે વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ (Police complaint filed against Poonam Pandey) નોંધવામાં આવી છે.
શુક્રવારે પૂનમ પાન્ડેના મૃત્યુના સમાચારે સમગ્ર દેશને આઘાતમાં મૂકી દીધો હતો. સર્વાઇકલ કેન્સરને કારણે માત્ર ૩૨ વર્ષની વયે તેના નિધનના સમાચારે દિવસભર ચર્ચા જગાવી હતી. જ્યારે એક દિવસ બાદ શનિવારે પૂનમ પાન્ડે અચાનક જીવિત થઈ ગઈ હતી. આ ડ્રામાથી અભિનેત્રી હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ETimesના અહેવાલ મુજબ, કાશિફ ખાન દેશમુખ નામના વકીલે પૂનમ પાન્ડે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સાથે અભિનેત્રી-મૉડલની મેનેજર નિકિતા શર્મા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની પણ માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, શુક્રવારે પૂનમ પાન્ડેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ (Instagram) અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં અભિનેત્રીના નિધન વિશે માહિતી આપવામાં આવી હતી અને લખ્યું હતું કે, ‘આજની સવાર અમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. તમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમે સર્વાઇકલ કેન્સરને કારણે અમારી પ્રિય પૂનમને ગુમાવી દીધી છે. જે પણ તેમને મળ્યા છે તેમને પ્રેમ અને સ્નેહ સાથે મળ્યા. અમે આ દુઃખના સમયમાં ગોપનીયતા માટે વિનંતી કરીશું. અમે જે પણ શેર કર્યું છે તેના માટે અમે તેમને પ્રેમથી યાદ કરીએ છીએ.’
View this post on Instagram
પૂનમ પાન્ડેના નિધનના સમાચાર ફેલાયાના એક દિવસ પછી એટલે કે શનિવારે, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, તે એકદમ ઠીક છે અને જીવિત છે. તેણે કહ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા માટે તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. અભિનેત્રીનો આ પબ્લિસિટી સ્ટંટ લોકોને પસંદ આવ્યો નથી અને ત્યારથી તે સતત ટ્રોલ થઈ રહી છે. એટલું જ નહીં, હવે તેને કાનુની કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે.
નોંધનીય છે કે, સર્વાઇકલ કેન્સર ભારત (India)માં મહિલાઓમાં બીજા નંબરનું સૌથી ખતરનાક કેન્સર છે. જેના કારણે દર વર્ષે હજારો મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (International Agency for Research on Cancer)નો ભારત અંગેનો અહેવાલ જણાવે છે કે, ભારતમાં દર વર્ષે લગભગ ૧.૨૫ લાખ મહિલાઓને સર્વાઈકલ કેન્સરનું નિદાન થાય છે, જેમાંથી લગભગ ૬૨ ટકા મૃત્યુ પામે છે.


