પ્રિયંકા ચોપડાના ભાઈ સિદ્ધાર્થનાં નીલમ ઉપાધ્યાય સાથેનાં લગ્નની બધી ઇવેન્ટ સમાપ્ત થઈ ગઈ છે.
પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાનાં લગ્ન
ભારતીય ફોટોગ્રાફરે નિકને બનાવી દીધો નિકુ
પ્રિયંકા ચોપડા અને તેના પતિ સિંગર નિક જોનસે હાલમાં પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાનાં લગ્નમાં હાજરી આપી હતી. આ લગ્નના સંગીતસમારોહમાં દંપતીએ કૅમેરા માટે પોઝ આપ્યો. તેઓ જ્યારે પોઝ આપી રહ્યાં હતાં ત્યારે એક ફોટોગ્રાફરે નિકને ‘નિકુ’ કહીને બોલાવ્યો હતો. પ્રિયંકા આ સંબોધન સાંભળીને ખડખડાટ હસી પડી હતી. ફોટોગ્રાફરો આ પહેલાં પણ નિક જોનસને અલગ-અલગ નામથી બોલાવી ચૂક્યા છે. નિક આ અગાઉ જ્યારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન માટે ભારત આવ્યો હતો ત્યારે ફોટોગ્રાફરે તેને ‘નિકવા’ કહીને બોલાવ્યો હતો. ફોટોગ્રાફરો નિક જોનસને ‘જીજુ’ તરીકે પણ સંબોધી ચૂક્યા છે.
ADVERTISEMENT
પ્રિયંકા ચોપડાના ભાઈ સિદ્ધાર્થનાં નીલમ ઉપાધ્યાય સાથેનાં લગ્નની બધી ઇવેન્ટ સમાપ્ત થઈ ગઈ છે. ભાઈનાં લગ્નની બધી ઇવેન્ટમાં પ્રિયંકાએ પહેરેલા ડ્રેસ, તેણે પહેરેલા મોંઘાદાટ નેકલેસ ચર્ચાનો વિષય બન્યા હતા. લગ્નના દિવસે પ્રિયંકા સાથે હસબન્ડ નિક અને સાસુ-સસરા પણ ભારતીય પરંપરાગત પોશાક પહેરીને સોહામણાં લાગતાં હતાં.

