સાથે જ ઑક્ટોબરમાં લગ્ન કરશે એવી પણ ચર્ચા છે
પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડાએ જણાવ્યું છે કે તેણે હજી સુધી કોઈ ભવિષ્યના પ્લાન નથી બનાવ્યા. આમ આદમી પાર્ટીના લીડર રાઘવ ચઢ્ઢા સાથેનાં લગ્ન વિશે તેને સતત પૂછવામાં આવે છે. તેમણે નજીકની ફૅમિલીની હાજરીમાં રોકા સેરેમની કરી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ ઑક્ટોબરમાં લગ્ન કરશે એવી પણ ચર્ચા છે. તાજેતરમાં જ પરિણીતીને પૂછવામાં આવ્યું હતું કે રાઘવ ચઢ્ઢા સાથે તેણે શું ફ્યુચર પ્લાન્સ બનાવ્યા છે તો એનો જવાબ આપતાં પરિણીતીએ કહ્યું કે ‘હું તમને મારા ભવિષ્યની યોજનાઓ વિશે જણાવીશ જ્યારે કોઈ ફ્યુચર પ્લાન બનશે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)