સગાઈ બાદ અદિતિ એકલી મુંબઈ આવી હતી.
અદિતી રાવ હૈદરી
અદિતિ રાવ હૈદરીએ હાલમાં જ તેના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે સગાઈ કરી લીધી છે. સગાઈ બાદ અદિતિ એકલી મુંબઈ આવી હતી. એથી કૅમેરા પર્સને તેને સિદ્ધાર્થ વિશે પૂછ્યું હતું કે જીજાજી કો નહીં લાએ? ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ સાથેનો ફોટો શૅર કરીને અદિતિએ સગાઈની જાહેરાત કરી હતી. સિદ્ધાર્થના હાથમાં ગોલ્ડ અને અદિતિના હાથમાં ડાયમન્ડની રિંગ દેખાઈ રહી હતી. અગાઉ એવી ચર્ચા હતી કે આ બન્નેએ નજીકના ફૅમિલી સદસ્યો અને ફ્રેન્ડ્સની હાજરીમાં ચૂપચાપ લગ્ન કરી લીધાં છે. એથી ઍરપોર્ટ પર સગાઈ માટે તેને અભિનંદન આપતાં પાપારાઝીએ પૂછ્યું કે ‘સર કો નહીં લેકર આએ? સૉરી, જીજાજી કો નહીં લેકર આએ?’આ સાંભળતાં જ અદિતિના ચહેરા પર મોટું સ્માઇલ આવી જાય છે અને તે જવાબ આપે છે કે તે શૂટિંગ માટે ગયો છે.