પંકજ ત્રિપાઠી ફિલ્મોમાં કરીઅર બનાવવા મુંબઈ આવ્યો હતો અને તેના પેરન્ટ્સ ગામડામાં રહેતા હતા.

પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીના પિતાનું નિધન થોડા સમય પહેલાં થયું હતું અને હવે તેમને યાદ કરીને તે ખૂબ ઇમોશનલ થયો છે. પંકજ ત્રિપાઠી ફિલ્મોમાં કરીઅર બનાવવા મુંબઈ આવ્યો હતો અને તેના પેરન્ટ્સ ગામડામાં રહેતા હતા. તે જ્યારે મુંબઈ આવ્યો એ અગાઉ તેના પિતા સાથે થયેલી વાતચીત યાદ કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘મેં તેમને કહ્યું કે હું મુંબઈ જવા માગું છું. તેમણે કહ્યું, અચ્છા, ત્યાં શું કરીશ? મેં જણાવ્યું કે હું ફિલ્મોમાં કામ કરીશ. તેમણે કહ્યું કે મળશે કામ? મેં કહ્યું, હા મળી જશે. તો તેમણે જણાવ્યું કે ઠીક છે જા.’
મુંબઈ આવતાં પહેલાં પંકજે પટનામાં સ્ટડી કરવા માટે શિફ્ટ થવું પડ્યું હતું. એ વખતે ટેલિફોન ન હોવાથી તે પત્ર લખીને પરિવાર સાથે સંપર્કમાં રહેતો હતો. મુંબઈ આવ્યા બાદ જે એહસાસ થયો એ વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘હવે કોની પાસેથી સલાહ લઈશ? કોને મારી વાત જણાવીશ?’ પિતાને યાદ કરીને પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘એ ખાલીપો તો આજીવન રહેશે. કુદરતની આ લીલા છે. આ ક્રમ ચાલતો રહે છે.’

