પંકજ અને મૃદુલાની લવસ્ટોરી કોઈ રોમૅન્ટિક બૉલીવુડ ફિલ્મથી ઓછી નથી. હકીકતમાં મૃદુલાના ભાઈનાં લગ્ન પંકજની બહેન સાથે થયાં છે અને આ બન્નેની પહેલી મુલાકાત આ લગ્ન વખતે જ થઈ હતી.
પંકજ ત્રિપાઠી અને તેમનાં પત્ની મૃદુલા અને દીકરી આશી ત્રિપાઠી
૧૫ જાન્યુઆરીએ ઍક્ટર પંકજ ત્રિપાઠી અને તેમનાં પત્ની મૃદુલાના લગ્નજીવનને ૨૧ વર્ષ પૂરાં થયાં હતાં ત્યારે તેમણે એની ઉજવણી કરવા માટે ખાસ સેલિબ્રેશન રાખ્યું હતું. મૃદુલાએ આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો સાથે એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં પંકજ ત્રિપાઠી પહેલાં પત્નીને હાથ જોડીને નમન કરે છે અને પછી તેને વીંટી પહેરાવે છે. એ પછી તેઓ પ્રેમથી એકબીજાને ગળે મળ્યાં હતાં અને પછી સાથે મળીને કેક કાપી હતી. આમ પંકજ ત્રિપાઠીએ પરિવાર અને મિત્રો સાથે આ ખાસ દિવસની ઉજવણી કરી હતી.
આ સેલિબ્રેશનમાં પંકજ અને મૃદુલાની દીકરી આશી ત્રિપાઠી પણ જોવા મળે છે. આ સેલિબ્રેશનમાં પંકજે ટ્રેડિશનલ જૅકેટ સાથે કુર્તો-પાયજામો પહેર્યો હતો, જ્યારે મૃદુલાએ પહેરવા માટે બ્રાઇટ યલો રંગના સૂટની પસંદગી કરી હતી.
ADVERTISEMENT
પંકજ અને મૃદુલાની લવસ્ટોરી કોઈ રોમૅન્ટિક બૉલીવુડ ફિલ્મથી ઓછી નથી. હકીકતમાં મૃદુલાના ભાઈનાં લગ્ન પંકજની બહેન સાથે થયાં છે અને આ બન્નેની પહેલી મુલાકાત આ લગ્ન વખતે જ થઈ હતી. તેઓ બહુ નાની ઉંમરે એકમેકના પ્રેમમાં પડ્યાં હતાં. તેઓ જ્યારે પ્રેમમાં પડ્યાં હતાં ત્યારે મૃદુલા નવમા ધોરણમાં હતી અને પંકજ ૧૧મા ધોરણમાં હતા. જોકે મૃદુલા સમૃદ્ધ પરિવારમાંથી આવતાં હોવાને કારણે તેમના સંબંધોએ પારિવારિક વિરોધનો સામનો કરવો પડ્યો હતો.


