Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેકેના મૃત્યુની તપાસ સીબીઆઇ પાસે કરાવો : ઓમ પુરીની એક્સ-વાઇફ નંદિતા પુરી

કેકેના મૃત્યુની તપાસ સીબીઆઇ પાસે કરાવો : ઓમ પુરીની એક્સ-વાઇફ નંદિતા પુરી

Published : 03 June, 2022 02:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે નઝરુલ મંચની બેદરકારી પર ઢાંકપિછોડો કરવા રાજકીય સન્માન આપ્યું

નંદિતા પુરી

નંદિતા પુરી


ઓમ પુરીની એક્સ-વાઇફ નંદિતા પુરીએ કેકેના નિધન માટે કલકત્તાને જવાબદાર ઠેરવ્યું છે. સાથે જ તેમણે આ દિશામાં સીબીઆઇની તપાસની પણ માગણી કરી છે. તેમણે બૉલીવુડને પણ બંગાળમાં પર્ફોર્મ કરવાનો વિરોધ કરવા કહ્યું છે. તેમણે આ સિંગરના નિધન માટે બેદરકારીનો દોષ કલકત્તા પર મઢી દીધો છે. એ વિશે ફેસબુક પર નંદિતા પુરીએ લખ્યું હતું કે ‘વેસ્ટ બંગાળને શરમ આવવી જોઈએ. કલકત્તાએ કેકેને મારી નાખ્યો છે. એવામાં સરકારે નઝરુલ મંચ પર થયેલી બેદરકારી પર ઢાંકપિછોડો કરવા માટે તેને રાજકીય સન્માન આપ્યું હતું. અઢી હજારની ક્ષમતાવાળા ઑડિટોરિયમમાં ૭ હજાર લોકોની ભીડ હતી. ઍર-કન્ડિશનર કામ નહોતાં કરતાં. પરસેવે રેબઝેબ સિંગરે ચાર વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ દવાઓ તેને સમયસર મળી શકી નહીં. પ્રાથમિક સારવારની સુવિધા નહોતી. આ મામલાની સીબીઆઇ તપાસ થવી જોઈએ અને ત્યાં સુધી તો બૉલીવુડે પણ બંગાળમાં પર્ફોર્મ કરવાનો બૉયકૉટ કરવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2022 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK