Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળકના જન્મને લઈને ચોખવટ કરી રામચરણ અને તેની પત્નીએ

બાળકના જન્મને લઈને ચોખવટ કરી રામચરણ અને તેની પત્નીએ

01 March, 2023 03:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામચરણ તેની પત્ની ઉપાસના સાથે હાલમાં અમેરિકામાં છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રામ ચરણે જાહેર કર્યું છે કે તેનું બાળક ઇન્ડિયામાં જ જન્મ લેશે. રામચરણ તેની પત્ની ઉપાસના સાથે હાલમાં અમેરિકામાં છે. તેઓ ત્યાં ‘RRR’ને વિવિધ અવૉર્ડ્સમાં નૉમિનેશન મળ્યું એ માટે ત્યાં છે. તેમ જ તેઓ ઑસ્કરમાં પણ હાજરી આપશે. જોકે તેની પત્ની ઉપાસના પ્રેગ્નન્ટ હોવાથી એવી ચર્ચા છે કે બાળકનો જન્મ અમેરિકામાં થશે. આ અફવાએ વધુ જોર પકડતાં ઉપાસનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારું પહેલું બેબી મારા દેશ ઇન્ડિયામાં આપણી વર્લ્ડ ક્લાસ મેડિકલ ટીમની હાજરીમાં થશે એને લઈને હું ઉત્સાહી છું. ધ અપોલો હૉસ્પિટલનાં ડૉક્ટર સુમના મનોહર, ડૉક્ટર રૂમા સિંહા અને હવે ‘ગુડ મૉર્નિંગ અમેરિકા’ શોની ડૉક્ટર જેનિફર ઍશ્ટનની હાજરીમાં થશે. અમારી આ મુસાફરી અમારા માટે ઘણા નવા-નવા એક્સ્પીરિયન્સ લઈને આવી છે અને અમારા આ નવા ફેઝ માટે પણ અમે ઉત્સાહી છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2023 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK