Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ફેસ્ટિવલ દેસ 3 કૉન્ટિનન્ટ્સ’માં અમિતાભ બચ્ચનની નવ ફિલ્મોનું થશે સ્ક્રીનિંગ

‘ફેસ્ટિવલ દેસ 3 કૉન્ટિનન્ટ્સ’માં અમિતાભ બચ્ચનની નવ ફિલ્મોનું થશે સ્ક્રીનિંગ

Published : 21 November, 2023 04:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફેસ્ટિવલ ચોવીસ નવેમ્બરથી શરૂ થઈને ત્રણ ડિસેમ્બર સુધી ચાલશે. તેમની ફિલ્મોને ‘અમિતાભ બચ્ચન, બિગ બી ફોરેવર’ હેઠળ દેખાડવામાં આવશે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


ફ્રાન્સમાં આયોજિત થનાર ‘ફેસ્ટિવલ દેસ 3 કૉન્ટિનેન્ટ્સ’ એટલે કે ‘થ્રી કૉન્ટિનન્ટ્સ ફેસ્ટિવલ’માં અમિતાભ બચ્ચનની નવ ફિલ્મોનું સ્ક્રીનિંગ થવાનું છે. ફ્રાન્સના નૉન્ત શહેરમાં આયોજિત થનારા આ ફેસ્ટિવલમાં આફ્રિકા, લૅટિન અમેરિકા અને એશિયાની ફિલ્મો દેખાડવામાં આવશે. આ ફેસ્ટિવલ ચોવીસ નવેમ્બરથી શરૂ થઈને ત્રણ ડિસેમ્બર સુધી ચાલશે. તેમની ફિલ્મોને ‘અમિતાભ બચ્ચન, બિગ બી ફોરેવર’ હેઠળ દેખાડવામાં આવશે. એ દરમ્યાન ‘શોલે’, ‘દીવાર’, ‘ડૉન’, ‘કભી કભી’ અને ‘અમર અકબર ઍન્થની’નું સ્ક્રીનિંગ થશે. એ વિશે અમિતાભ બચ્ચને કહ્યું કે ‘ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનની પહેલ દ્વારા ભારતની ક્લાસિક ફિલ્મોને દેખાડવામાં આવે છે, જે ખરેખર પ્રશંસનીય છે. એ જાણીને મને અતિશય આનંદ થયો કે મારી નવ જૂની ફિલ્મોને પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ એવા ‘ફેસ્ટિવલ દેસ 3 કૉન્ટિનન્ટ્સ’માં સિલેક્ટ થઈ છે. આ​ ફેસ્ટિવલ આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયાની ફિલ્મો પર ધ્યાન આપે છે. મારી એ ફિલ્મો દ્વારા મને અલગ-અલગ કૅરૅક્ટર્સ ભજવવાની અને દિગ્ગજ ફિલ્મમેકર્સ જેવા કે હૃષિકેશ મુખરજી, મનમોહન દેસાઈ, યશ ચોપડા અને રમેશ સિપ્પી સાથે કામ કરવાની તક મળી છે. આશા છે કે આ ફેસ્ટિવલમાં દર્શકો મારી ફિલ્મોને એન્જૉય કરશે જે આજે પણ ભરપૂર આનંદ આપે છે. હું તો ત્યાં નહીં જઈ શકું. જોકે મને એ વાતની ખુશી છે કે મારી દીકરી શ્વેતા નૉન્તમાં આ ફેસ્ટિવલમાં મને રેપ્રિઝેન્ટ કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2023 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK