કામ પૂરતી વાત કરનાર નિયા શર્મા આજે ખૂબ સારી ફ્રેન્ડ બની છે:રવિ દુબે
કામ પૂરતી વાત કરનાર નિયા શર્મા આજે ખૂબ સારી ફ્રેન્ડ બની છે:રવિ દુબે
રવિ દુબેનું કહેવું છે કે તે પહેલાં નિયા શર્મા સાથે ફક્ત કામ પૂરતી વાત કરતો હતો, પરંતુ આજે તેઓ ખૂબ જ સારા મિત્રો બની ગયા છે. તેઓ હાલમાં ‘જમાઈ 2.0’માં સાથે કામ કરી રહ્યાં છે. નિયા શર્મા અને અચિંત કૌર સાથે કામ કરવા વિશે રવિ દુબેએ કહ્યું હતું કે ‘નિયા સાથેની મારી રિલેશનશિપ સમય સાથે ખૂબ જ સારી બની છે. શરૂઆતમાં એક સમય હતો જ્યારે અમે કામ સિવાય જરા પણ વાત નહોતાં કરતાં. અમે એકબીજા તરફ જોતાં સુધ્ધાં નહોતાં. અમે હવે ખૂબ જ સારા ફ્રેન્ડ્સ બની ગયા છીએ. અમે એકમેકની કંપનીને એન્જૉય કરીએ છીએ. અમે બેસ્ટ ફ્રેન્ડ્સ જેવા છીએ અને એક વ્યક્તિ તરીકે નિયા મને ખૂબ જ પસંદ છે. એક ઍક્ટર તરીકે તે મને ખૂબ જ રિસ્પેક્ટ આપે છે. આથી અમે સમયની સાથે ખૂબ જ સારા મિત્રો બન્યા છીએ. અચિંત મૅમની સાથે કામ કરવું મને હંમેશાંથી ખૂબ જ પસંદ પડ્યું છે. હું તેમના કામનો અને તેમનો ખૂબ જ રિસ્પેક્ટ કરું છું અને તેઓ પણ એ જ રીતે મારો રિસ્પેક્ટ કરે છે.’