બ્રેસ્ટ-ફીડિંગ કરાવતા ફોટોની કેટલાક લોકો પ્રશંસા કરે છે તો કેટલાક તેની નિંદા કરી રહ્યા છે.
નેહા ધુપિયા
નેહા ધુપિયાએ તેના બાળકને બ્રેસ્ટ-ફીડિંગ કરાવતો ફોટો શૅર કર્યો છે. તેણે ૩ ઑક્ટોબરે દીકરાને જન્મ આપ્યો છે. આ અગાઉ તેણે મહેર નામની દીકરીને જન્મ આપ્યો હતો. બ્રેસ્ટ-ફીડિંગ કરાવતા ફોટોની કેટલાક લોકો પ્રશંસા કરે છે તો કેટલાક તેની નિંદા કરી રહ્યા છે. કેટલાક નેહાને સુંદર કહી રહ્યા છે તો તેના આ ફોટોને જોઈને કેટલાક લોકો ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહે છે કે તને કોણ અટકાવે છે ફીડિંગ કરતાં? ફોટો શૅર કરીને નેહાએ હૅશટૅગનો ઉપયોગ કર્યો હતો કે ફ્રીડમ ટુ ફીડ.