સોશ્યલ મીડિયા પર તેની આ પોસ્ટ વાઇરલ થઈ ગઈ. જોકે થોડા જ કલાકોમાં તેણે આ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી
નયનતારા, વિજ્ઞેશ શિવન
સાઉથની સુપરસ્ટાર તરીકે ઓળખાતી નયનતારા તેની લેટેસ્ટ પોસ્ટને કારણે ચર્ચામાં આવી છે. નયનતારાએ ફિલ્મનિર્માતા વિજ્ઞેશ શિવનને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ તેની સાથે લગ્ન કર્યાં હતાં. આ પછી સરોગસી દ્વારા આ દંપતી જોડિયા દીકરાઓનાં માતા-પિતા બન્યાં હતાં. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પણ હવે નયનતારાએ એક એવી પોસ્ટ શૅર કરી છે જેને જોઈને તેમના સંબંધોની ચર્ચા શરૂ થઈ છે. નયનતારાએ પોસ્ટમાં લખ્યું છે, ‘જો તમે કોઈ ઓછી બુદ્ધિવાળી વ્યક્તિ સાથે લગ્ન કરો છો તો એ એક મોટી ભૂલ છે. પત્નીએ હંમેશાં પોતાના પતિની ભૂલોની જવાબદારી ન લેવી જોઈએ, કારણ કે ઘણી વાર પુરુષો પરિપક્વ હોતા નથી. મને એકલી છોડી દો, મેં તમારા કારણે ઘણું સહન કર્યું છે.’
સોશ્યલ મીડિયા પર તેની આ પોસ્ટ વાઇરલ થઈ ગઈ. જોકે થોડા જ કલાકોમાં તેણે આ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી, પરંતુ ત્યાં સુધીમાં લોકોએ એનો સ્ક્રીનશૉટ લઈ લીધો હતો. હવે સોશ્યલ મીડિયા યુઝર્સ આના પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ADVERTISEMENT
નયનતારાની પોસ્ટ જોયા બાદ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તેના લગ્નજીવનમાં સમસ્યા સર્જાઈ છે કે શું.

