આ તસવીરોમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ગેરહાજરી જોવા મળી હતી
બચ્ચન પરિવારની દિવાળી
દિવાળીના ખાસ અવસરે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ પણ પોતાના પરિવારની દિવાળી સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરોમાં બચ્ચન પરિવારના અનેક સભ્યો સાથે મળીને દિવાળીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં અમિતાભની દીકરી શ્વેતા, અભિષેક, શ્વેતાનો દીકરો અગસ્ત્ય નંદા અને અભિષેકની દીકરી આરાધ્યા બચ્ચન પણ સામેલ છે. આ પ્રસંગે પરિવારના તમામ સભ્યો પરંપરાગત પોશાકમાં જોવા મળ્યાં હતાં અને તેમણે સાથે મળીને સેલિબ્રેશન કર્યું હતું.
દિવાળીના અવસરે નવ્યા નવેલીએ લાલ રંગનો એથનિક પોશાક પહેર્યો હતો જ્યારે અગસ્ત્ય અને આરાધ્યા ઑફ વાઇટ રંગનાં કપડાંમાં જોવા મળ્યાં હતાં. બચ્ચન પરિવારના ફૅન્સને આ તસવીરો બહુ પસંદ પડી છે, પણ સાથે-સાથે તેમણે એ પણ નોંધ્યું છે કે અમિતાભ, જયા અને ઐશ્વર્યા આ ફૅમિલી-ફંક્શનની તસવીરોમાં ક્યાંય દેખાતાં નથી.
