ટીઝર રિલીઝ થયા બાદથી જ લોકોમાં ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ફાઇલ તસવીર
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર તેમની આગામી થ્રિલર ફિલ્મ `ધ કન્ફેશન`માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેનું નિર્દેશન અનંત નારાયણ મહાદેવને કર્યું છે. ટીઝર રિલીઝ થયા બાદથી જ લોકોમાં ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. નાના #MeToo કેસ બાદ ચાર વર્ષ પછી આ ફિલ્મથી પુનરાગમન કરશે.
ફિલ્મના ટીઝરમાં નાનાનો અવાજ
ADVERTISEMENT
ટીઝરમાં નાનાની એડિટ કરેલી તસવીર કોર્ટરૂમમાં બતાવવામાં આવી છે અને પાછળથી વોઈસ-ઓવર ચાલી રહ્યો છે. નાનાને હિન્દીમાં કહેતા સાંભળી શકાય છે “મેં સત્યનો ચહેરો જોયો છે, તેનો અવાજ પણ સાંભળ્યો છે. હા, હું સત્ય જાણું છું પણ તેને સ્વીકારી શકતો નથી. હું તેના માટે મારી જાણ આપવા તૈયાર છું.” આ રસપ્રદ વોઈસ-ઓવરને કારણે દરેકને ફિલ્મની વાર્તા વિશે ઉત્સુકતા છે. તે જોવાનું પણ રસપ્રદ રહેશે કે નાનાને આ ફિલ્મમાં કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે.
View this post on Instagram
`ધ કાશ્મીર ફાઇલ્સ` પર આપવામાં આવ્યું નિવેદન
દરમિયાન, નાના પાટેકર તાજેતરમાં જ ફિલ્મ `ધ કાશ્મીર ફાઇલ્સ`ને લઈને ચાલી રહેલા વિવાદ પર ટિપ્પણી કરીને ચર્ચામાં આવ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે “હિંદુ અને મુસ્લિમ બંને ભારતના છે અને સમાજમાં ભાગલા પાડવું સારું નથી.” અભિનેતાએ વધુમાં કહ્યું કે “ફિલ્મને લઈને વિવાદ ઊભો કરવો એ સારી વાત નથી.”
દિગ્દર્શન અને નિર્માણ
NH સ્ટુડિયો, ટાઈમ ફિલ્મ્સ, અજય કપૂર પ્રોડક્શન્સ અને સ્પાર્કલિંગ સ્ટુડિયો દ્વારા નિર્મિત ‘ધ કન્ફેશન’નું નિર્દેશન અભિનેતા-ફિલ્મ નિર્માતા અનંત નારાયણ મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ સુભાષ કાલે, અજય કપૂર, પ્રવીણ શાહ અને નરેન્દ્ર હિરાવતે કર્યું છે. આ ફિલ્મ પ્રખ્યાત નવલકથાકાર અને પટકથા લેખક સીપી સુરેન્દ્રન દ્વારા લખવામાં આવી છે.
ચાર વર્ષ પછી નાનાનું પુનરાગમન
ચાર વર્ષથી વધુ સમય બાદ નાના પાટેકરનો આ પહેલો પ્રોજેક્ટ હશે. તે છેલ્લે રજનીકાંત અભિનીત કાલા (2018)માં વિલન તરીકે જોવા મળ્યા હતા. તેમણે હાઉસફુલ 4 (2019)માં વિલનની ભૂમિકા ભજવી અને તેનું શૂટિંગ શરૂ કર્યું હતું. જોકે, #MeToo દરમિયાન તનુશ્રી દત્તાએ તેમના પર આક્ષેપો કર્યા બાદ તેમણે બહાર જવું પડ્યું હતું. 2021ના અંતમાં તે ટાટા સ્કાયની જાહેરાત ઝુંબેશમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ ટૂંક સમયમાં, અભિનેતા ફીચર ફિલ્મોમાં પાછા ફરે તેવી અપેક્ષા હતી.

