૪૪ વર્ષની કરીનાને યંગ દેખાવા બોટોક્સની જરૂર નથી લાગતી
કરીના કપૂર ખાન
કરીના કપૂર ૪૪ વર્ષની થઈ ગઈ છે, પણ તેને વધતી ઉંમરની કોઈ ચિંતા નથી. યંગ દેખાવા માટેના પ્રયત્નો કરવામાં પણ તે માનતી નથી. હાલમાં જ એક મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કરીના કહે છે, ‘ઉંમર પણ તમારી સુંદરતાનો જ ભાગ છે. હું ૪૪ વર્ષની છું અને ખૂબ સારું ફીલ કરી રહી છું. મને યંગ દેખાવા માટે બોટોક્સ કે બીજી કોઈ કૉસ્મેટિક ટ્રીટમેન્ટની જરૂર નથી લાગતી. મારા હસબન્ડને હું સેક્સી લાગું છું, મારા ફ્રેન્ડ્સ કહે છે કે હું અદ્ભુત દેખાઉં છું અને મારી ફિલ્મો સારી ચાલી રહી છે. મારી ઉંમરને છાજે એવા રોલ હું ભજવી રહી છું અને મને એનો ગર્વ છે. હું ઇચ્છું છું કે હું જેવી છું એવી લોકો મને જુએ
અને સ્વીકારે.’
શરૂઆતથી જ મને વિશ્વાસ હતો કે મારી ટૅલન્ટ અને મારા ડેડિકેશનને લીધે મને કામ મળતું રહેશે એમ જણાવતાં કરીના કહે છે, ‘મેં મારી સંભાળ રાખી છે, હું ફિટ રહી છું. સેલ્ફ-કૅરનો મતલબ થાય છે પોતાના માટે સમય કાઢવો - એમાં ફ્રેન્ડ્સ સાથેનો ક્વૉલિટી ટાઇમ હોય, સૈફ સાથેનું કુકિંગ હોય, વર્કઆઉટ પણ હોય.’

