કિઆરા અડવાણીને પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ આપેલી જન્મદિવસની પ્રેમભરી શુભેચ્છા
સિદ્ધાર્થે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં કિઆરાની એક ખાસ અને સ્ટાઇલિશ તસવીર શૅર કરી હતી
ગુરુવારે કિઆરા અડવાણીની ૩૪મી વર્ષગાંઠ હતી અને તેને આખી દુનિયામાંથી શુભેચ્છા-સંદેશ મળ્યા હતા. જોકે આ સંદેશમાં પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ આપેલી જન્મદિવસની પ્રેમભરી શુભેચ્છાએ બધાનાં દિલ જીતી લીધાં હતાં. સિદ્ધાર્થે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં કિઆરાની એક ખાસ અને સ્ટાઇલિશ તસવીર શૅર કરીને લખ્યું, ‘કોઈ પણ જગ્યાએ મારો ફેવરિટ ચહેરો. હૅપી બર્થ-ડે લવ.’


