Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ખભામાં ઈજા હોવા છતાં મિચલ સૅન્ટનર માટે કેમ થયો કન્કશન સબ નિયમનો ઉપયોગ?

ખભામાં ઈજા હોવા છતાં મિચલ સૅન્ટનર માટે કેમ થયો કન્કશન સબ નિયમનો ઉપયોગ?

Published : 25 April, 2026 04:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેન્નઈ સામેની મૅચમાં એક કૅચ પકડતા સમયે મુંબઈના ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનરને ખભાના ભાગે ઇન્જરી થઈ હતી. તેમ છતાં ‘કન્કશન સબ’ નિયમનો ઉપયોગ કરીને તેના બદલે શાર્દૂલ ઠાકુરને બૅટિંગ માટે ઉતારવામાં આવ્યો. આવા દાવા વિશે ક્રિકેટજગતમાં મોટા સવાલો ઊભા થયા હતા.

ખભામાં ઈજા હોવા છતાં મિચલ સૅન્ટનર માટે કેમ થયો કન્કશન સબ નિયમનો ઉપયોગ

ખભામાં ઈજા હોવા છતાં મિચલ સૅન્ટનર માટે કેમ થયો કન્કશન સબ નિયમનો ઉપયોગ


ચેન્નઈ સામેની મૅચમાં એક કૅચ પકડતા સમયે મુંબઈના ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનરને ખભાના ભાગે ઇન્જરી થઈ હતી. તેમ છતાં ‘કન્કશન સબ’ નિયમનો ઉપયોગ કરીને તેના બદલે શાર્દૂલ ઠાકુરને બૅટિંગ માટે ઉતારવામાં આવ્યો. આવા દાવા વિશે ક્રિકેટજગતમાં મોટા સવાલો ઊભા થયા હતા. જોકે મુંબઈના હેડ કોચ માહેલા જયવર્દનેએ આ વિશે સ્પષ્ટતા કરી છે.

માહેલા જયવર્દનેએ કહ્યું હતું કે ‘કૅચ લેતી વખતે ખભામાં ઈજા થતાં પહેલાં મિચલ સૅન્ટનરને માથા અને ગરદનમાં ઈજા થઈ હતી. સ્કૅન બાદ તે અસ્થિર લાગ્યો એટલે અમે કન્કશન સબની વિનંતી કરી અને મૅચ-રેફરીએ મંજૂરી આપી’.

જ્યારે ખેલાડીને માથાના ભાગમાં ઇન્જરી થાય છે ત્યારે કન્કશન સબ નિયમનો ઉપયોગ કરીને અન્ય ખેલાડીને રમવા મોકલી શકાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK