અલ્લુ અર્જુનને જોઈને તેમને એવું લાગી રહ્યું છે કે તે શક્તિમાનના રોલમાં ફિટ થશે
મુકેશ ખન્ના
૧૯૯૦ના દાયકામાં ભારતના પહેલા સુપરહીરો શક્તિમાન બનીને ધૂમ મચાવનાર મુકેશ ખન્નાને અલ્લુ અર્જુનમાં શક્તિમાન દેખાયો છે. મુકેશ ખન્નાનું આ આઇકૉનિક પાત્ર ભજવવા રણવીર સિંહ ક્યારથી તેમની પાછળ પડ્યો છે, પણ મુકેશ ખન્નાને રણવીર ઉપરાંત બીજું કોઈ પણ જચી નથી રહ્યું. જોકે હવે અલ્લુ અર્જુનને જોઈને તેમને એવું લાગી રહ્યું છે કે તે શક્તિમાનના રોલમાં ફિટ થશે. જોકે તેમને એ વાતનો અફસોસ છે કે ‘પુષ્પા’ સિરીઝમાં તેને સારો માણસ બતાવવામાં નથી આવ્યો.


