મૃણાલ ઠાકુર માટે સાઉથના પ્રોડ્યુસર અલ્લુ અરવિંદે એક ઇચ્છા વ્યક્ત કરી છે.
મૃણાલ ઠાકુર
મૃણાલ ઠાકુર માટે સાઉથના પ્રોડ્યુસર અલ્લુ અરવિંદે એક ઇચ્છા વ્યક્ત કરી છે. તેમની ઇચ્છા છે કે મૃણાલ હૈદરાબાદમાં ઠરીઠામ થઈ જાય. મૃણાલે ‘સુપર 30’, ‘બાટલા હાઉસ’, ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ અને ‘સીતા રામમ’માં કામ કર્યું છે. તાજેતરમાં જ એક ઇવેન્ટમાં મૃણાલને ‘સીતા રામમ’ માટે બેસ્ટ ફીમેલ ઍક્ટરનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. એ અવૉર્ડ અલ્લુ અરવિંદે તેને આપ્યો હતો. એ દરમ્યાન અલ્લુ અરવિંદે કહ્યું કે ‘આશા છે કે તેને જલદી સારો હસબન્ડ મળી જાય. મારી ઇચ્છા છે કે તે હૈદરાબાદમાં સેટલ થાય.’


