આ બન્ને સિરિયસ રિલેશનશિપમાં છે અને મૃણાલ તો ધનુષના પરિવારને મળી પણ ચૂકી છે
મૃણાલ ઠાકુર અને ધનુષ
મૃણાલ ઠાકુર અને ધનુષ સીક્રેટ રિલેશનશિપમાં હોવાની જોરદાર ચર્ચા છે. જોકે આ બન્નેમાંથી કોઈએ આ વાતનો સ્વીકાર નથી કર્યો છતાં તેમની કેમિસ્ટ્રી ઊડીને આંખે વળગે છે. હવે લેટેસ્ટ સમાચાર પ્રમાણે આ બન્ને સિરિયસ રિલેશનશિપમાં છે અને મૃણાલ તો ધનુષના પરિવારને મળી પણ ચૂકી છે અને પરિવારે આ સંબંધને મંજૂરી આપી દીધી છે.
રિપોર્ટ પ્રમાણે મૃણાલે હાલમાં ધનુષની બે મોટી બહેનો ડૉ. કાર્તિકા કાર્તિક અને વિમલા ગીતાને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કરી છે એટલું જ નહીં, બન્ને બહેનોએ પણ મૃણાલને ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કરવાનું શરૂ કરી દીધું છે. આ વાત એ વાતનો સંકેત આપે છે કે મૃણાલ અને ધનુષની રિલેશનશિપને પરિવારની લીલી ઝંડી મળી ગઈ છે.
ADVERTISEMENT
મૃણાલને રિલેશનશિપ નજરાઈ જવાનો ડર છે?
હાલમાં ધનુષ અને મૃણાલ ઠાકુરના ડેટિંગની ચર્ચા ચાલી રહી છે. આ બન્નેમાંથી કોઈએ સંબંધનો સ્વીકાર નથી કર્યો. જાણવા મળ્યું છે કે તેઓ રિલેશનશિપમાં છે, પણ હાલમાં એને જાહેર કરવાનો તેમનો ઇરાદો નથી. આ સંજોગોમાં એક ઇન્ટરવ્યુમાં મૃણાલ ઠાકુરે જણાવ્યું કે તે પોતાની કારકિર્દી વિશે ખૂબ વિચારપૂર્વક નિર્ણય લેવામાં માને છે અને વધુ પડતી માહિતી શૅર કરવામાં સાવધાની રાખે છે. મૃણાલે કહ્યું હતું કે ‘મારે મારી કરીઅરમાં હજી ઘણું કરવાનું બાકી છે, ઘણાં એવાં કામ છે જેના પર મેં હજી સુધી મહેનત નથી કરી, પરંતુ હું એ વિશે ત્યારે જ વાત કરીશ જ્યારે હું ખરેખર એ કરીશ, કારણ કે હું એની વાતો કરીને એને બગાડવા નથી માગતી. હું નજર લાગવાની બાબતમાં સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. મારી સારી વાતોને જલદી નજર લાગી જાય છે.’


