Mohanlal Jewellery Look: હમણાં એક જવેલેરીની અડ્વર્ટિસ્મન્ટમાં એક્ટર જોવા મળ્યો હતો. જેમાં તેણે સ્ત્રીઓ પહેરે તેવાં ઘરેણાં પહેર્યા હતા.
અડ્વર્ટિસ્મન્ટમાંથી સ્ક્રીનશૉટ
એક્ટર મોહનલાલ (Mohanlal Jewellery Look) એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તાજતેરમાં જ એક્ટરનું નામ ફરી એકવાર ગાજ્યું છે. તે હમણાં એક જવેલેરીની અડ્વર્ટિસ્મન્ટમાં જોવા મળ્યો હતો. જેમાં તેણે સ્ત્રીઓ પહેરે તેવાં ઘરેણાં પહેર્યા હતા.
ઘરેણાં સાથેનો મોહનલાલનો લુક (Mohanlal Jewellery Look) સામે આવતાં જ સોશિયલ મીડિયામાં જાતભાતની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. એકટરની ફેમિનાઇન સાઈડ જોઈને લોકોને એકબાજુ નવાઈ પણ લાગી રહી છે અને બીજી બાજુ ઘણાં તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
શું જોવા મળી રહ્યું છે અડ્વર્ટિસ્મન્ટમાં?
અડ્વર્ટિસ્મન્ટની શરૂઆત કંઇક એ રીતે થાય છે કે જેમાં એક્ટર એક જવેલેરીનો સેટ જોઈ રહ્યો છે. મોકો મળતાં જ તે વેનિટી વૅનમાં લઈ જાય છે. ટીમ ઘરેણાં શોધવા લાગે છે. ત્યારે વૅનમાં એક્ટર જોવા મળે છે. જેણે નેકલેસ, બ્રેસલેટ, બંગડીઓ અને વીંટી પહેર્યાં છે. તેણે શર્ટ અને પેન્ટ પર આ રીતે લેડિઝ જવેલેરી પહેરેલી (Mohanlal Jewellery Look) છે અને પછી તે મ્યુઝિક વાગતાં નાચવા લાગે છે. જ્યારે અચાનકથી ડિરેક્ટર વૅનમાં આવી ચડે છે ત્યારે એક્ટર હસવા લાગે છે.
લોકો આ લુક જોઈને જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝર લખે છે કે- જે વ્યક્તિએ ઊર્જાસભર પુરૂષપાત્રોને ભજવીને પુરુષત્વ દાખવ્યું એણે જ હવે આમ સેકંડોમાં સ્ત્રીત્વનું કેટલું સુંદર રૂપ ધારણ કર્યું! ખરેખર તે એક્ટિંગમાં માહેર છે.
એક બીજો યુઝર હાર્ટના ઇમોજી મૂકતાં લખે છે કે- આ તો ફક્ત તમે જ કરી શકો!
બીજો લખે છે કે - તેથી જ અમે એને કમ્પ્લીટ એક્ટર કહીએ છીએ.
અન્ય યુઝર કહે છે કે, આ રીતે લિંગના ભેદ તોડવા બદલ આભાર.
આમ, ચાહકોએ તો સોશિયલ મીડિયા પર GOAT (ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ) હેશટેગ વાપરીને એક્ટરને પ્રોત્સાહન (Mohanlal Jewellery Look) આપ્યું છે. આમ, સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ મોહનલાલની પ્રશંસા કરી છે, જ્યારે અન્ય કેટલાંક યુઝર્સે આ પરિવર્તનને આઘાતજનક અને અનપેક્ષિત ગણાવ્યું છે.
એક્ટર મોહનલાલના વર્કફ્રન્ટ તરફ નજર કરીએ તો છેલ્લે એપ્રિલ મહિનામાં રિલીઝ થયેલી અને થારૂન મૂર્તિ દ્વારા નિર્દેશિત ફિલ્મ `થુડરમ`માં દેખાયો હતો. આ ફિલ્મમાં તે `કન્નપ્પા`ના રૉલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્માણ એમ. રંજીત દ્વારા રજપુત્ર વિઝ્યુઅલ મીડિયાના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રકાશ વર્મા, ફરહાન ફાસિલ અને મણિયનપિલ્લા રાજુ જેવા એક્ટર્સ પણ જોવા મળ્યા હતા.
રિપોર્ટ પ્રમાણે એક્ટર હવે ટૂંક જ સમયમાં મલયાલમ ક્રાઇમ થ્રિલર `દૃશ્યમ 3`માં ભૂમિકા અદા કરતો જોવા મળવાનો છે. આ ફિલ્મ ઓક્ટોબરમાં સિનેમાઘરોમાં આવશે. આ સિવાય ડિરેક્ટર નંદ કિશોરની ફિલ્મ `વૃષભ`માં પણ તે છે.

