મર્દાની 3 માટે સ્ટાર્સને આટલી ફી ચૂકવવામાં આવી હોવાનો રિપોર્ટ
ફિલ્મનું પોસ્ટર
રાની મુખરજીને શિવાની શિવાજી રૉય તરીકે ચમકાવતી ‘મર્દાની 3’ રિલીઝ થઈ ગઈ છે. ‘મર્દાની 3’નું કુલ બજેટ લગભગ ૭૫ કરોડ રૂપિયા છે અને આ ફિલ્મ માત્ર એની કથાને લીધે નહીં, સ્ટારકાસ્ટને મળેલી ફીને લઈને પણ ચર્ચામાં છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાનીએ ‘મર્દાની 3’માં શિવાની શિવાજી રૉયનો રોલ નિભાવવાના બદલામાં સૌથી વધુ અંદાજે ૭ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આ ફિલ્મમાં મલ્લિકા પ્રસાદે ભજવેલા
‘અમ્મા’ના નેગેટિવ પાત્રની બહુ ચર્ચા થઈ રહી છે અને મળતી માહિતી પ્રમાણે આ રોલ કરવા માટે તેને ફી તરીકે ૫૦ લાખ રૂપિયા મળ્યા છે. ગુજરાતી ઍક્ટ્રેસ જાનકી બોડીવાલાએ ‘મર્દાની 3’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આ ફિલ્મ માટે મેકર્સે તેને અંદાજે એક કરોડ રૂપિયા આપ્યા હોવાની ચર્ચા છે.


