બૉલીવુડ-બ્રિગેડ દ્વારા દીપિકા-રણવીર પર શુભેચ્છાઓનો વરસાદ
પોસ્ટ તેમ જ અલિયા ભટ્ટે કરેલ પોસ્ટ
અર્જુન કપૂરે લખ્યું ધ ક્વીન ઇઝ હિયર, હિમેશ રેશમિયાએ લખ્યું જય માતા દી, લેટ્સ રૉક
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામ પર દીકરીનું સ્વાગત કરતી પોસ્ટ મૂકી એના પર લાઇક્સ અને કમેન્ટ્સનો ધોધમાર વરસાદ થયો છે. આ લખાય છે ત્યારે આ પોસ્ટને ૪૧+ લાખ લાઇક્સ મળી ચૂકી છે અને ૯૬+ હજાર લોકોએ એના પર કમેન્ટ કરી છે.
ADVERTISEMENT
બૉલીવુડની હિરોઇનો કરીના કપૂર, કૅટરિના કૈફ, શ્રદ્ધા કપૂર, ક્રિતી સૅનન, પ્રિયંકા ચોપડા, પરિણીતિ ચોપડા, મલાઇકા અરોરા, અનન્યા પાન્ડેએ શબ્દોમાં ન્યુ પેરન્ટ્સને અભિનંદન આપ્યાં છે; પણ આલિયા ભટ્ટે તો કમેન્ટ સેક્શનમાં કંઈ લખવાને બદલે એકસાથે ૨૬ ઇમોજી ફટકારી દીધાં છે. આલિયાએ ત્રણ પ્રકારનાં આ ૨૬ ઇમોજી સાથે પોતાની એક્સાઇટમેન્ટ વ્યક્ત કરી છે. અર્જુન કપૂરે લક્ષ્મી આયી હૈ લખીને કહ્યું છે કે ધ ક્વીન ઇઝ હિયર, જ્યારે શાહિદ કપૂરની પત્ની મીરાએ રણવીર-દીપિકાનું ‘બેસ્ટ ક્લબ’માં સ્વાગત કર્યું છે. હિમેશ રેશમિયાએ તેમની ટિપિકલ સ્ટાઇલમાં લખ્યું છે : જય માતા દી, લેટ્સ રૉક.
રણવીરની ઇચ્છા હતી કે બાળપણની દીપિકા જેવી ક્યુટ બેબી તેને પણ મળી જાય તો લાઇફ સેટ થઈ જાય
રવિવારે ૮ સપ્ટેમ્બરે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બેબી ગર્લનાં પેરન્ટ્સ બની ગયાં છે. નવેમ્બર ૨૦૧૮માં પરણેલાં રણવીર અને દીપિકા લગ્નનાં ઑલમોસ્ટ ૬ વર્ષ પછી મમ્મી-પપ્પા બન્યાં છે. દીકરીના જન્મને પગલે રણવીરની ખ્વાહિશ પૂરી થઈ ગઈ છે. તેણે થોડાં વર્ષ પહેલાં પુત્રીની કામના વ્યક્ત કરી હતી. ‘ધ બિગ પિક્ચર’ નામના ક્વિઝ-શોમાં તેણે એક સ્પર્ધકને કહેલું, ‘જૈસે કિ આપ લોગ જાનતે હૈં મેરી શાદી હો ગયી હૈ ઔર અબ દો-તીન સાલ મેં બચ્ચે ભી હોંગે. ભાઈસાબ, આપકી ભાભી (દીપિકા) ઇતની ક્યુટ બેબી થી ના. મૈં તો રોઝ ઉસકી બેબી ફોટોઝ દેખતા હૂં ઔર કહતા હૂં એક ઐસી દે દે મુઝે તો બસ મેરી લાઇફ સેટ હો જાએ.’
દીપિકા શનિવારે સાઉથ મુંબઈની એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ હતી. ગયા અઠવાડિયે જ બૉલીવુડના આ પાવર કપલે દીપિકાના મૅટરનિટી ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને શુક્રવારે તેઓ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. એ પહેલાં વહેલી સવારે તેઓ બાંદરાના માઉન્ટ મૅરી ચર્ચમાં પણ ગયાં હતાં, પણ એની કોઈ તસવીરો જાહેર નથી થઈ.
અફવા ઊડેલી કે...
થોડા દિવસ પહેલાં એવી અફવા ઊડેલી કે દીપિકા પાદુકોણને ૨૮ સપ્ટેમ્બરની ડ્યુ-ડેટ મળી છે. આ તારીખે દીપિકાના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ રણબીર કપૂરનો જન્મદિવસ છે એટલે મીડિયાને મસાલો મળી ગયો હતો, પણ દીપિકાએ કથિત ડ્યુ-ડેટ કરતાં ૨૦ દિવસ વહેલી જ મમ્મી બની ગઈ છે.


