Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે પધાર્યા લક્ષ્મીજી, અભિનેત્રીએ દીકરીને આપ્યો જન્મ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે પધાર્યા લક્ષ્મીજી, અભિનેત્રીએ દીકરીને આપ્યો જન્મ

Published : 08 September, 2024 01:00 PM | Modified : 08 September, 2024 01:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Good News: મુંબઈની હૉસ્પિટલમાં દીપિકા પાદુકોણે આપ્યો દીકરીને જન્મ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફાઇલ તસવીર

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફાઇલ તસવીર


આનંદો… આનંદો… આનંદો… દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)ના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. કપલે દીકરીને જન્મ (Deepika Padukone and Ranveer Singh blessed with Baby Girl) આપ્યો છે.


ફેન્સ લાંબા સમયથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના માતા-પિતા બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તાજેતરમાં જ કપલે પ્રેગ્નેન્સી ફોટોશૂટ પણ શેર કર્યું હતું, જેના પછી ફેન્સ વધુ આતુરતાથી ગુડ ન્યુઝ (Good News)ની રાહ જોઈ રહ્યા હતા. આખરે ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે અને તેમને મળિ ગયા છે ગુડ ન્યુઝ. કારણ કે અભિનેત્રીએ એક બાળકીને જન્મ આપ્યો છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે દીકરીનો જન્મ થયો છે.



અભિનેત્રી દીપિકા પાદુકોણએ આજે એટલે કે ૮ સપ્ટેમ્બરના રોજ મુંબઈ (Mumbai)ની એચએન રિલાયન્સ હૉસ્પિટલ (HN Reliance hospital)માં દીકરીને જન્મ આપ્યો છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ ને ગઈકાલે સાંજે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જે પછી હવે તેણીએ પુત્રીને જન્મ આપ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. જો કે, અત્યાર સુધી દંપતીએ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ આ પછી ફેન્સ કપલને અભિનંદન આપતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે દંપતીએ તેમના બાળકના આગમન પહેલા આશીર્વાદ મેળવવા માટે તેમના પરિવારો સાથે સિદ્ધિવિનાયક મંદિર (Siddhivinayak Temple)ની મુલાકાત લીધી હતી.


અહેવલો અનુસાર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ૨૮ સપટેમ્બરે બાળકનું વૅલકમ કરશે તેવું કહેવામાં આવ્યું હતું. જોકે, પરિવારમાં આનંદની ક્ષણે થોડીક વહેલી દસ્તક આપી છે.

શનિવારે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની કાર એચએન રિલાયન્સ હૉસ્પિટલની બહાર જોવા મળી ત્યારથી ફેન્સની ઉત્સુકતા વધી ગઈ. બાદમાં, આજે પાપારાઝી દ્વારા સમાચાર આપવામાં આવ્યા છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ત્યાં દીકરીનો જન્મ થયો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જોકે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે આ બાબતે હજી સુધી સત્તાવાર જાહેરાત નથી કરી.

થોડાક દિવસો પહેલા, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ફેન્સને તેમના ફોટોશૂટની ઝલક બતાવી હતી, જેમાં અભિનેત્રીનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ પ્રેગનેન્સી ફોટોશૂટમાં કપલના ચહેરા પર ખુબ જ ગ્લો હતો.

તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ ૨૦૧૮માં ઈટલી (Italy)માં લગ્ન કર્યા હતા. હવે વર્ષ ૨૦૨૪માં તેમને પહેલા બાળકને જન્મ આપ્યો છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે લક્ષ્મીજીના આગમનથી ફેન્સ બહુ જ ઉત્સાહિત છે. સોશ્યલ મીડિયા પર સહુ તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે તો બીજી બાજુ તેમના ઓફિશ્યલ સ્ટેટમેન્ટની પણ રાહ જોઈ રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2024 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK