Mansoor Ali Khan Refused Apologies: લિયો ફેમ એક્ટર મંસૂર અલી ખાને સાઉથ એક્ટ્રેસ અને કૉ-સ્ટાર તૃષા વિશે ખૂબ જ અપમાનજનક વાત કરી છે. તેમના નિવેદન પછીથી દરેક તરફ વિવાદ છેડાઈ રહ્યા છે. તો હવે મંસૂર અલીએ એક્ટ્રેસની માફી માગવાની પણ ના પાડી દીધી છે.

ત્રિશા કૃષ્ણન (ફાઈલ તસવીર)
Mansoor Ali Khan Refused Apologize: લિયો ફેમ એક્ટર મંસૂર અલી ખાને સાઉથ એક્ટ્રેસ અને કૉ-સ્ટાર તૃષા વિશે ખૂબ જ અપમાનજનક વાત કરી છે. તેમના નિવેદન પછીથી દરેક તરફ વિવાદ છેડાઈ રહ્યા છે. તો હવે મંસૂર અલીએ એક્ટ્રેસની માફી માગવાની પણ ના પાડી દીધી છે.
Mansoor Ali Khan Refused Apologies: સાઉથ એક્ટ્રેસ તૃષા કૃષ્ણનન તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ લિયોમાં થલપતિ વિજય સાથે જોવા મળી હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ખૂબ જ સારું કલેક્શન કર્યું. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની છે. પણ આ દરમિયાન ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવનારા એક્ટર મંસૂર અલી ખાને તૃષા પર રેપ સીનને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. હવે તેમણે એક્ટ્રેસની માફી માગવાની પણ ના પાડી દીધી છે.
ADVERTISEMENT
મંસૂર અલીએ માફા માગવાની પાડી ના (Mansoor Ali Khan Refused Apologies)
Mansoor Ali Khan Refused Apologies: 21 નવેમ્બરના રોજ મંસૂર અલી ખાને ચેન્નઈમાં એક પ્રેસ કૉન્ફ્રેન્સ કરી, જ્યાં તેમણે કહ્યું કે તે પોતાની ટિપ્પણીઓ માટે માફી નહીં માગે. તેમના ભાષણ પછી, નાદિગર સંગમ (ફિલ્મ સંસ્થા) એ તેમની ટિપ્પણીઓ માટે તેમના પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમણે કહ્યું કે જ્યારે તેમને લાગશે કે તે પોતાની ભૂલ માટે માફી માગશે તો પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવશે.
શું બોલ્યા એક્ટર
મંસૂર અલીએ કહ્યું કે, "નદીગર સંગમે માફી માગવા સુધી અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકીને ભૂલ કરી છે. જ્યારે એવો કોઈ મુદ્દો થયો, તો તેમણે મારી પાસેથી સ્પષ્ટીકરણ પણ ન માગ્યું. તેમણે મને ફોન કરવો જોઈતો હતો અથવા નોટિસ જાહેર કરીને સ્પષ્ટીકરણ માગવું જોઈતું હતું. કેસની તપાસ થવી જોઈએ. પણ એવું થયું નથી."
શું છે આખો વિવાદ
Mansoor Ali Khan Refused Apologies: જણાવવાનું કે તાજેતરમાં જ એક્ટરે આ વાત પર દુઃખ વ્યક્ત કર્યું હતું કે ફિલ્મમાં તૃષા સાથે તેમનો રેપ સીન થયો નહીં. તે તેમને અન્ય હીરોઈન્સની જેમ બેડરૂમ સુધી ન લઈ જઈ શક્યા. તેમના આ નિવેદન બાદ તૃષા કૃષ્ણને તેમનો ઉધડો લીધો હતો અને તેમની સાથે ક્યારેય કામ ન કરવાની વાત પણ કહી છે. તો તૃષાના સપૉર્ટમાં ચિરંજીવીની સાથે ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર પણ જોવા મળ્યા.
ઉલ્લેખનીય છે કે સાઉથના ઍક્ટર મન્સૂર અલી ખાને તાજેતરમાં જ ત્રિશા ક્રિષ્નનને લઈને અપમાનજનક કમેન્ટ કરી હતી. એને લઈને ત્રિશા ખાસ્સી ગુસ્સે થઈ છે. તેણે પોતાનો રોષ સોશ્યલ મીડિયામાં વ્યક્ત કર્યો છે. આ બન્નેએ ‘લીઓ’માં કામ કર્યું છે. ત્રિશા સાથે કામ કરવાની તક મળતાં મન્સૂરે કહ્યું કે ‘મને જ્યારે જાણ થઈ કે હું ત્રિશા સાથે કામ કરી રહ્યો છું તો મને લાગ્યું કે ફિલ્મમાં હું તેની સાથે બેડરૂમ સીન કરવાનો છું. મને એવું લાગ્યું કે અગાઉની ફિલ્મમાં અન્ય ઍક્ટ્રેસને જે રીતે હું બેડરૂમમાં લઈ જતો હતો એ જ રીતે આ ફિલ્મમાં પણ હું તેને લઈ જઈશ. અનેક ફિલ્મોમાં મેં રેપ સીન્સ કર્યા છે. આ મારા માટે કંઈ નવી વાત નથી. જોકે આ ફિલ્મના સેટ પર તો મને ત્રિશા જોવા પણ નથી મળી.’
તેની આવી કમેન્ટને લઈને ઇન્સ્ટાસ્ટોરી પર ત્રિશાએ લખ્યું કે ‘તાજેતરમાં જ એક વિડિયો મારા ધ્યાનમાં આવ્યો છે જેમાં મિસ્ટર મન્સૂર અલી ખાન મારા વિશે ખરાબ અને અપમાનજનક વાત કરી રહ્યો છે. તેની આ વાતની હું નિંદા કરું છું. તેની આ વાત સેક્સિસ્ટ, અપમાનજનક, ભેદભાવપૂર્ણ, ઘૃણાભરી અને ખરાબ છે. તે ભલે મારી સાથે કામ કરવાની કામના વ્યક્ત કરે, પરંતુ હું આભારી છું કે મને કદી પણ તેના જેવી બકવાસ વ્યક્તિ સાથે સ્ક્રીન શૅર કરવાની તક નથી મળી. હું એ વાતની પૂરી ખાતરી રાખીશ કે મારી કરીઅર દરમ્યાન ભવિષ્યમાં પણ મને તેની સાથે કામ ન કરવા મળે. તેના જેવા લોકો માનવતા પર કલંક છે.’

