જુગ જુગ જીયોનું શૂટિંગ શરૂ કર્યું મનીષ પૉલે
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
વરુણ ધવન અને કિયારા અડવાણી સાથે મનીષ પૉલે ‘જુગ જુગ જીયો’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મને રાજ મેહતા ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં પહેલી વખત નીતુ કપૂર અને અનિલ કપૂરની જોડી જોવા મળશે. શૂટિંગ શરૂ કરવાનો ફોટો મનીષે શૅર કર્યો છે. ફોટોમાં તેના હાથમાં ક્લૅપ-બૉર્ડ છે અને તેની સાથે વરુણ અને કિયારા પણ દેખાઈ રહ્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનીષ પૉલે કૅપ્શન આપી હતી કે ‘મારી મા હંમેશાં કહે છે કે ‘જુગ જુગ જીયો’. એથી આ તો થવાનું જ છે. મારો પહેલો દિવસ અને પહેલી વખત ધર્મા મૂવીઝ સાથે કામ કરી રહ્યો છું. અનિલ કપૂર સર, નીતુ મૅમ, વરુણ ધવન અને કિયારા અડવાણી સાથે કામ કરવાને લઈને એક્સાઇટેડ છું. ફિલ્મને રાજ મેહતા પાજી ડિરેક્ટ કરી રહ્યા છે.’