Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલયાલમ ફિલ્મ ‘2018 - એવરીવન ઇઝ અ હીરો’ ઑસ્કરના લિસ્ટમાંથી આઉટ

મલયાલમ ફિલ્મ ‘2018 - એવરીવન ઇઝ અ હીરો’ ઑસ્કરના લિસ્ટમાંથી આઉટ

23 December, 2023 10:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમેકર જ્યુડ ઍન્થની જોસેફની મલયાલમ ફિલ્મ ‘2018 - એવરીવન ઇઝ અ હીરો’ને ઑસ્કરના લિસ્ટમાંથી કાઢી મૂકવામાં આવી છે.

ફિલ્મ ‘2018 - એવરીવન ઇઝ અ હીરો`

ફિલ્મ ‘2018 - એવરીવન ઇઝ અ હીરો`


ફિલ્મમેકર જ્યુડ ઍન્થની જોસેફની મલયાલમ ફિલ્મ ‘2018 - એવરીવન ઇઝ અ હીરો’ને ઑસ્કરના લિસ્ટમાંથી કાઢી મૂકવામાં આવી છે. એ સિવાય ભારતની એકેય ફિલ્મને એમાં સ્થાન નથી મળ્યું. ઑસ્કરના લિસ્ટ પર નજર નાખીએ તો ‘બાર્બી’ને પાંચ કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું છે. સાથે જ ‘ઓપનહાઇમર’ને ત્રણ કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી છે. ‘સ્પાઇડરમૅન : એક્રૉસ ધ સ્પાઇડર વર્સ’ને મ્યુઝિકમાં ઓરિજિનલ સ્કોરમાં નૉમિનેશન મળ્યું છે. ભારતની એકેય ફિલ્મને સામેલ નથી કરવામાં આવી એથી એ નિરાશા જન્માવે છે. ‘2018 - એવરીવન ઇઝ અ હીરો’ની વાત કરીએ તો એને બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મની કૅટેગરી માટે મોકલવામાં આવી હતી. એ ફિલ્મ કેરલામાં ૨૦૧૮માં આવેલાં પૂર પર આધારિત છે. લોકોને એ વાસ્તવિકતાથી અવગત કરાવવા આ ફિલ્મ બનાવવામાં આવી હતી. ફિલ્મ ઑસ્કરના લિસ્ટમાંથી બહાર જતાં ડિરેક્ટર ઍન્થની જોસેફે કહ્યું કે ‘ઑસ્કરનું શોર્ટલિસ્ટ બહાર પડ્યું છે અને અફસોસ એ વાતનો છે કે અમારી ફિલ્મ ‘2018 - એવરીવન ઇઝ અ હીરો’ વિશ્વભરની ૮૮ ઇન્ટરનૅશનલ ફિલ્મોમાંથી ફાઇનલ ૧૫માં સામેલ થઈ શકી નહીં. હું મારા શુભચિંતકો અને સપોર્ટર્સ સમક્ષ માફી માગું છું. કાંઈ વાંધો નહીં. આ સ્પર્ધામાં ભારતને રિપ્રેઝન્ટ કરવાની મારી જર્નીને હું આજીવન માણતો રહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2023 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK