મલાઈકાએ શેર કરેલા અર્જુનના ફોટોગ્રાફે બધાને ચોંકાવી દીધા છે. લોકો આશ્ચર્યમાં છે કે મલાઈકાએ આ શું શેર કર્યું છે. મલાઈકાએ અર્જુન કપૂરની પ્રાઇવેટ તસવીર શેર કરી છે. વાસ્તવમાં મલાઈકાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુન કપૂરની અર્ધનગ્ન તસવીર પોસ્ટ કરી છે

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર
મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂરના (Arjun Kapoor) રિલેશનશીપ હંમેશા લોકો માટે રસનો વિષય રહ્યા છે. બંને વચ્ચેનો સંબંધ સમયની સાથે વધુ મજબૂત થતો થઇ રહ્યો છે. બંને ઘણીવાર એકબીજા સાથે ક્વૉલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે અને એકબીજા સાથે તસવીરો શેર કરતા રહે છે. પરંતુ આ વખતે મલાઈકાએ શેર કરેલા અર્જુનના ફોટોગ્રાફે બધાને ચોંકાવી દીધા છે. લોકો આશ્ચર્યમાં છે કે મલાઈકાએ આ શું શેર કર્યું છે.
આ પણ વાંચોઃ અરબાઝની ફૅમિલીમાં હું નંબર વન નથી : મલાઇકા
મલાઈકાએ અર્જુન કપૂરની પ્રાઇવેટ તસવીર શેર કરી છે. વાસ્તવમાં મલાઈકાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુન કપૂરની અર્ધનગ્ન તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં અર્જુન સોફા પર હાથ અને પગ લંબાવીને બેઠો જોવા મળે છે. એના શરીર પર એક પણ કપડું નથી. તેણે અમુક અંગ ઢાંકવા માત્ર એક તકિયાનો ઉપયોગ કર્યો છે. મલાઈકાએ આ ફોટો સાથે અર્જુન કપૂરને પણ ટેગ કર્યો અને તેના પ્રેમી માટે કેપ્શનમાં લખ્યું - `My very own Lazy Boy.` જ્યારે અર્જુને આ સ્ટોરી પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હાઇટ હાર્ટ ઈમોજી સાથે શેર કરી છે.
જો તમે મલાઈકાની અન્ય ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર નજર નાખો, તો તમને ખબર પડશે કે આજકાલ તે દિલ્હીમાં છે અને તેના હેરસ્ટાઈલિંગ અને ગ્રૂમિંગ પર કામ કરી રહી છે. બીજી તરફ, મલાઈકાએ ડબ્બુ રત્નાની સાથેનો તેનો એક અદભૂત BTS વીડિયો પણ શેર કર્યો હતો, જે તેના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. મલાઈકા ક્યારેક પોતાની સુંદરતાને લઈને તો ક્યારેક પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા મલાઈકાએ કહ્યું હતું કે અર્જુન સાથે પરિવાર અને ઘર હોય તો સારું રહેશે. લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા મલાઈકા અને અર્જુનની ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે પરંતુ તેઓ જે પ્રકારનું બોન્ડિંગ શેર કરે છે તે સાબિત કરે છે કે ઉંમરનો બાધ પ્રેમમાં નડતો નથી.
આ પણ વાંચોઃ લગ્નનાં સવાલ પર મલાઈકા અરોરાએ આપ્યો જવાબ, `અર્જુન કપૂર સાથે પ્રી-હનીમૂન...`
મલાઇકા અરોરાએ તસવીર શેર કરતા તુરંત નેટીઝન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યૂઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, તે અમને કેમ આ બતાવી રહી છે? અમે આ હાલતમાં અર્જુન કપૂરને જોવા માગતા નથી. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું…શરમજનક.
મલાઇકા અરોરા અર્જુન કપુર સાથે રિલેશનશીપમાં આવી તે પહેલાં તે સલમાન ખાનના ભાઈને પરણી હતી. અરબાઝ ખાન સાથે ફાઇનલી તેણે ડિવોર્સ લીધા. પહેલાં તો મલાઈકા અને અર્જુન તેમના રિલેશનશીપને જાહેરમાં નહોતા સ્વીકારતા પણ છેલ્લા કેટલાય વખતથી તેઓ પોતાના સંબંધને લઇને કમ્ફર્ટેબલ છે અને જાહેરમાં આ બાબતો તેમણે બિંધાસ્ત સ્વીકારી છે. મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે વર્ષ 2019માં પોતાના સંબંધની સત્તાવાર જાહેરાત કરી હતી. અર્જુન કપૂરની લવ લાઈફ ઘણા વર્ષોથી ટોક ઓફ ધ ટાઉન છે. ખાસ કરીને બંને વચ્ચેના ઉંમરના તફાવતે કારણે. અર્જુન 37 વર્ષનો છે તો મલાઈકા 49 વર્ષની છે.અર્જુન કપૂર એ બૉની કપૂરનો દીકરો છે પણ શ્રીદેવી સાથેના બૉની કપૂરના બીજા લગ્ન બાદ પિતા-પુત્ર વચ્ચે સંબંધોમાં તિરાડ પડી હતી. જો કે હવે તેણે પોતાની સાવકી બહેનો જ્હાનવી અને ખૂશી કપૂર સાથે પણ સારાસારી રાખી છે અને તે એક સારા ભાઈ તરીકે હંમેશા પોતાનો આ બોન્ડ જાહેરમાં પણ શૅર કરતો આવ્યો છે.