અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલાઇકા અને સોહેલ ખાનની ભૂતપૂર્વ પત્ની સીમા બન્નેએ સાથે પાર્ટી કરી
મલાઇકા અને સીમા
મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડાને ઘણાં વર્ષ થઈ ગયાં છે. સલમાન ખાનનો નાનો ભાઈ સોહેલ ખાન પણ તેની પત્ની સીમા સજદેહથી અલગ થઈ ગયો છે. આમ એક સમયે મલાઇકા અને સીમા વચ્ચે જે દેરાણી-જેઠાણીનો સંબંધ હતો એ સત્તાવાર રીતે તૂટી ગયો છે, પણ તેમની વચ્ચેની લાગણી હજી અકબંધ છે. હાલમાં મલાઇકા અને સીમા જુહુના એક કૅફેમાં મળી હતી અને ખૂબ ગપસપ કરી હતી. એ પછી તેમણે ફોટોગ્રાફર્સ સામે પોઝ પણ આપ્યા હતા. એ સમયે મલાઇકા અને સીમા બન્ને કૂલ લુકમાં જોવા મળી અને બન્ને એકમેકને ગળે પણ મળી હતી.


