Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડ અફૉર્ડ નહીં કરી શકે એ વિશે આખરે મહેશ બાબુની સ્પષ્ટતા

બૉલીવુડ અફૉર્ડ નહીં કરી શકે એ વિશે આખરે મહેશ બાબુની સ્પષ્ટતા

12 May, 2022 02:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહેશ બાબુનું કહેવું છે કે તેણે જે કહ્યું હતું એનો અલગ જ મતલબ લોકો દ્વારા કાઢવામાં આવી રહ્યો છે.

મહેશ બાબુ

મહેશ બાબુ


મહેશ બાબુનું કહેવું છે કે તેણે જે કહ્યું હતું એનો અલગ જ મતલબ લોકો દ્વારા કાઢવામાં આવી રહ્યો છે. મહેશ બાબુએ કહ્યું હતું કે બૉલીવુડના લોકો તેને અફૉર્ડ નહીં કરી શકે. ‘મેજર’ની ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં આ વાત કરવામાં આવી હતી. હિન્દી અને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે ભાષાને લઈને પહેલેથી બબાલ ચાલી રહી છે ત્યારે મહેશ બાબુના સ્ટેટમેન્ટને કારણે પણ ડિબેટ શરૂ થઈ ગઈ છે. જોકે તેણે કરેલી કમેન્ટની સફાઈ આપતાં એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે ‘મહેશ દ્વારા એ વાતને ક્લિયર કરવામાં આવી રહી છે કે તેને સિનેમા ખૂબ જ પસંદ છે અને દરેક ભાષાનો તે રિસ્પેક્ટ કરે છે. તેણે કહ્યું હતું કે તે જ્યાં ફિલ્મ કરી રહ્યો છે ત્યાં કામ કરવામાં તેને ખુશી છે. મહેશે કહ્યું હતું કે તેલુગુ સિનેમાને વધુને વધુ ઊંચાઈએ જોવાનું તેનું સપનું હવે સાચું બની રહ્યું છે.’
મહેશ બાબુએ ‘મેજર’ને પ્રોડ્યુસ કરી છે અને તે હાલમાં ઘણી ફિલ્મોમાં કામ પણ કરી રહ્યો છે. તે એસ. એસ. રાજામૌલી સાથેની ફિલ્મોમાં પણ કામ કરી રહ્યો છે જે એક પૅન ઇન્ડિયા ​ફિલ્મ છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ બૉલીવુડમાં કઈ ડિબેટ ચાલશે એ જોવું રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2022 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK