હૈદરાબાદમાં મહેશ બાબુની ૫૧મી વર્ષગાંઠને તહેવારની જેમ ઊજવવાનું થઈ રહ્યું છે પ્લાનિંગ, તેલુગુ સિનેમાનો સુપરસ્ટાર મહેશ બાબુ ૯ ઑગસ્ટે પોતાની ૫૧મી વર્ષગાંઠ ઊજવશે. આ ખાસ અવસરને અભિનેતાના ચાહકો હૈદરાબાદમાં તહેવારની જેમ ધામધૂમથી ઊજવવાની તૈયારી કરી રહ્યા છે.
ફટાકડા અને લાઇવ બૅન્ડ પફોર્મન્સ સાથે એકાવન કિલોની કેક
તેલુગુ સિનેમાનો સુપરસ્ટાર મહેશ બાબુ ૯ ઑગસ્ટે પોતાની ૫૧મી વર્ષગાંઠ ઊજવશે. આ ખાસ અવસરને અભિનેતાના ચાહકો હૈદરાબાદમાં તહેવારની જેમ ધામધૂમથી ઊજવવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રસંગે સ્પેશ્યલ ફિલ્મ-સ્ક્રીનિંગ, કેક-કટિંગ સેરેમની અને થીમ આધારિત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.
મહેશ બાબુના જન્મદિવસ નિમિત્તે કેટલાંક થિયેટરોમાં તેની લોકપ્રિય ફિલ્મ ‘દુકુડુ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે. મહેશ બાબુના જન્મદિવસનો ઉત્સાહ માત્ર સિનેમાઘરો સુધી જ સીમિત નથી. આ પ્રસંગે ફૅન એડિટ્સ, ફટાકડા અને લાઇવ બૅન્ડ પફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહેશ બાબુના જન્મદિવસે એકાવન કિલોની કેક પણ કાપવામાં આવશે.
